શું તમે જાણો છો શા માટે ભાંગને માનવામાં આવે છે ભગવાન ભોળાનાથનો પ્રસાદ?

એવું કહેવામાં આવે છે કે ભાંગને માત્ર સપનામાં જોવા માત્રથી કોઈ પણ કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. જાન્યુઆરી 2019માં પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન થવા જઈ રહ્યુ છે. તમામ ખાસિયતો ઉપરાંત એક અન્ય વસ્તુ પણ મેળામાં જોવા મળે છે તે છે સાધુ સંતોનું ભાંગ અને ગાંજાના નશામાં ધુત રહેવું. ભારતીય કાયદા મુજબ, આ બંને વસ્તુના સેવન પર પ્રતિબંધ છે, પરંતુ કુંભ મેળામાં સાધુ-સંતો માટે આ દિવસે ભાંગ એક અભિન્ન અંગ હોય છે, તેની પાછળનું કારણ છે ભગવાન શિવનો ભાંગ સાથેનો સંબંધ. એવુ કહેવામાં આવે છે કે, ભાંગ શિવનો પ્રિય પ્રસાદ હતો અને ભાંગનો નશો શિવભક્તિનો જ એક હિસ્સો છે. ધર્મની સાથે ભાંગનો સંબંધ પહેલેથી જ ચાલતો આવે છે.

ભાંગને શિવજીનો પ્રિય પ્રસાદ માનવામાં આવવાના કારણે શિવરાત્રી પર ભાંગ ભેળવેલી ચીજ વસ્તુઓ મહાપ્રસાદ તરીકે આપવામાં આવે છે. ભગવાન શિવને ભાંગ સાથે સંબંધ હોવાની કેટલીક વાર્તાઓ પણ ખુબ પ્રચલિત છે. એક કથા અનુસાર, એક વાર પરિવારમાં તણાવના કારણે ભગવાન શિવ ઘર છોડીને ચાલ્યા ગયા હતા. ઘણા દૂર પહોચ્યા પછી તેમને તરસ લાગી, નજીકમાં એક લીલો છોડ જોઈ તેના પાન તોડીને તેમણે ખાધા, જેથી તરત તેમની તરત છીપાઈ ગઈ. અને આ છોડ ભાંગનો હતો. ત્યારથી ભાંગ શિવજીનો પ્રસાદ બની ગયો છે. એક અન્ય પ્રચલિત કથા મુજબ,  અમૃત મંથન વખતે નીકળેલા ઝહેરને કંઠમાં ધારણ કર્યા બાદ તેમને ગળામાં તકલીફ થઈ,  આ જોઈ અન્ય દેવતાઓએ તેમને ગળામાં ઠંડક થાય તે માટે ભાંગ ખવડાવી જેથી ઠંડક મળે. ત્યારથી ભાંગનો સંબંધ શિવજી સાથે જોડાઈ ગયો છે.

આપણા ચાર મુખ્ય વેદ માંથી અથર્વ વેદમાં ભાંગને ધરતી પરનો પવિત્ર છોડ માંથી એક માનવામાં આવે છે. તે સિવાય વડ, પીપળો, નારિયેલ, અશોક, બીલી, કેળ અને તુલસી તથા કમળના છોડને પવિત્ર માનવામાં આવે છે. ભાંગ વિશે માનવામાં આવે છે કે, તેને માત્ર સપનામાં જોવા માત્રથી કોઈ પણ કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. તેને ખુશી તેમજ આધ્યાત્મિક આઝાદીનો સ્ત્રોત માનવામાં આવે છે.

ભાંગને અંગ્રેજીમાં CANNABIS કહેવાય છે, જેના ગુણ પશ્ચિમના મારીજુઆના સાથે મળતા આવે છે, ભાંગમાં ટીએચસી એટલે કે સાઈકો-એક્ટિવ તત્વનું પ્રમાણ ઓછુ હોય છે તેનાથી નશો થઈ જાય. ભારતમાં પહેલા ભાંગ બજારમાં છૂટથી વેચાતી હતી અને શિવજીના પ્રસાદના નામ પર લોકો તેનું સેવન કરતા હતા. કોલોનિયલ ભારતમાં અંગ્રેજોએ એક કમિશન બનાવ્યું જેને લઈ ભાંગના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લગાવી શકાય. ભાંગનું સેવન ઓછું કરવા માટે બ્રિટીશ પ્રયાસો પર લોકો ભડકે નહી તેના માટે બ્રિટીશ અને ભારતીય મેડિકલ પ્રેક્ટિશનરો સાથે ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યું અને તેનાથી થતા નુકશાન વિશે વાત કરવામાં આવી. ઘણા પ્રયાસ પછી પણ આ આધ્યાત્મિક બૂટીના ચલણને કેવી રીતે સંપૂર્ણ રોકવું તે વિચારત રહ્યા.

કેટલાક ધાર્મિક સ્થળો જેમ કે વારાણસી, પ્રયાગરાજ અને પુષ્કરમાં ભાંગ ખુલ્લેઆમ અને ચોરી છૂપે આખું વર્ષ મળે છે. શિવરાત્રી સિવાય કેટલાએ એવા ધાર્મિક અવસર પણ છે, જ્યારે ભક્તો ભાંગનું સેવન કરે છે. જેમકે હોળી પણ આવો જ એક તહેવાર છે, જ્યારે ઠંડાઈમાં ભાંગ ભેળવી પીવાય છે. આ સિવાય લસ્સીમાં પણ ભાંગ ભેળવી શિવજીના પ્રસાદ તરીકે લોકો ખાતા હોય છે.

ભાંગની ખેતી તેમજ તેનું  સેવન કાયદા અનુસાર પ્રતિબંધ હોવા છતા પણ મેળામાં આ ખુલ્લેઆમ મળે છે અને તેનું કારણ છે ધાર્મિક છૂટછાટ. ભારતમાં જ નહી ચીન, તિબ્બત અને જમૈકામાં પણ ભાંગને ધર્મ સાથે જોડવામાં આવી છે. ચીનની તાઓઈઝ્મ માન્યતામાં તેને સુપ્રિમ સિક્રેટ એસેન્શિયલ કહેવામાં આવ્યું છે, જે આધ્યાત્મિક આઝાદી આપે છે. મધ્ય એશિયા અને રશિયા વચ્ચે ભટકનારા વણજારા સમુદાય પણ આને શુદ્ધિનું સાધન માને છે. ગ્રીક દસ્તાવેજોમાં પણ ભાંગનો ઉલ્લેખ જોવા મળે છે.

કેટલાક સંશોધકોનું કહેવું છે કે, બાઈબલના ઓલ્ડ ટેસ્ટા મેન્ટમાં પણ તેનો ઉલ્લેખ છે. વર્ષ 1936માં પોલેન્ડની શોધકર્તા સૂલા બેનેટે તેની શરૂઆત કરી હતી, તેનું કહેવું હતું કે, હુબ્રુ શબ્દનો અર્થ ભાંગ છે. જોકે તેના પર પણ હજુ કેટલાક વિવાદ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer