ચાલો જાણીએ શું હોય છે શિવલિંગ અને જ્યોતિર્લીંગ વચ્ચેનું અંતર..

દુનિયાના દરેક ખૂણામાં ભગવાન શિવ ના ભક્તો છે. તેમજ શ્રાવણ માસ માં ભગવાન શિવ ની આરાધના કરવાથી ભક્તોને પુણ્ય ની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે શ્રાવણ માસ દરમિયાન શિવલિંગ ની પૂજા કરવાથી બધાજ પાપ ધોવાઇ જાય છે. અને જો વાત કરીએ જ્યોતિર્લીંગ ની તો તેની પૂજા કરવાથી અક્ષય પુણ્ય ની પ્રાપ્તિ થાય છે. પરંતુ શું તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે કે જ્યોતિર્લીંગ અને શિવલિંગ માં શું તફાવત હોય છે. ઘણા લોકો અ બંને ને એકસમાન માને છે. પરંતુ આ બંને માં ખુબજ અંતર છે. શિવપુરાણ માં એક કથા છે તે અનુસાર એક વાર બ્રહ્મા અને વિષ્ણુ ની વહ્ચે વિવાદ થયો કે બંને માંથી શ્રેષ્ઠ કોણ? અને ત્યારે એ બંને નો ભ્રમ દુર કરવા શિવ એક જ્યોતિ સ્તંભ સ્વરૂપે પ્રકટ થયા. અને છેનો છેડો આ બંને દેવ શોધી ના શક્યા અને એ સ્તંભ ને જ જ્યોતિર્લીંગ કહેવાય છે. તેમજ બીજી બાજુ લિંગ નો અર્થ થાય છે પ્રતિક. જ્યોતિર્લીંગ હંમેશા સ્વયંભૂ હોય છે જયારે શિવલિંગ માનવ દ્વારા સ્થાપિત અને સ્વયંભૂ બંને હોઈ શકે છે. હિંદુ ધર્મમાં ૧૨ જ્યોતિર્લીંગનો ઉલ્લેખ છે.

સોમેશ્વર અથવા સોમનાથ : આ પ્રથમ જ્યોતિર્લીંગ માનવામાં આવે છે. જે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશ માં છે.

મલ્લિકાર્જુન : આ આંધ્રપ્રદેશના કૃષ્ણ જીલ્લામાં શ્રીશૈલ પર્વત પર આવેલ છે.

મહાકાલેશ્વર : આ જ્યોતિર્લીંગ મધ્ય પ્રદેશના ઉજ્જૈન માં સ્થિત છે.

ઓમકારેશ્વર : આ જ્યોતિર્લીંગ મધ્યપ્રદેશમાં નર્મદા નદીના કિનારે આવેલ છે.

કેદારેશ્વર : આ શિવ જ્યોતિર્લીંગ ઉત્તરાખંડમાં હિમાલય ની ટોચ પર વિરાજિત છે. કેદાર પર્વતની પૂર્વ માં અલકનંદા નદીના કિનારે ભગવાન બદ્રીનાથ નું મંદિર આવેલ છે.

ભીમાશંકર : આ જ્યોતિર્લીંગ મહારાષ્ટ્ર માં સ્થિત છે ભીમા નદીના કિનારે સહ્યાદ્રી પર્વત પર છે. 

વિશ્વેશ્વર : વારાણસી અથવા કાશી માં વિરાજમાન ભૂતભાવન ભગવાન શ્રી વિશ્વનાથ અથવા વિશ્વેશ્વર મહાદેવ નું સાતમું જ્યોતિર્લીંગ છે.

ત્ર્યંબકેશ્વર : ભગવાન શિવની આ આથમી જ્યોતિર્લીંગ મહારાષ્ટ્ર ના નાસિક જીલ્લા માં બ્રહ્મગીરી ની પાસે ગોદાવરી નદીના કિનારે સ્થાપિત છે.

વૈદ્યનાથ મહાદેવ : તેને વેજ્નાથ પણ કહે છે. આ નવમી જ્યોતિર્લીંગ છે. જે ઝારખંડ માં આવેલ છે. આ સ્થાન ને ચિતા ભુમી પણ કહેવાય છે.

નાગેશ્વર મહાદેવ : ભગવાન શિવનું આ દસમું જ્યોતિર્લીંગ બડૌદા ક્ષેત્રમાં ગોમતી દ્વારકા ની નજીક છે. આ સ્થાન ને દારૂકા વન પણ કહે છે. આ જ્યોતિર્લીંગ ને લઈને કેટલાક વિવાદ પણ છે. ઘણા લોકો દક્ષીણ હૈદરાબાદ ના ઓઢા માં સ્થિત શિવલિંગ ને નાગેશ્વર જ્યોતિર્લીંગ માને છે.

રામેશ્વરમ : શ્રી રામેશ્વર અગિયારમી જ્યોતિર્લીંગ છે. આ તીર્થ ને સેતુબંધ તીર્થ કહેવાય છે. એ તમિલનાડુમાં સમુદ્ર કિનારે આવેલ છે.

ઘુશ્મેશ્વર : આ બારમી જ્યોતિર્લીંગ છે જે ઘુશ્મેશ્વરના નામથી ઓળખાય છે. જે મહારાષ્ટ્ર રાજ્ય માં દૌલતાબાદ થી લગભગ ૧૮ કિલો મીટર દુર બેરુલઠ ગામની પાસે આવેલ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer