ચમત્કાર, અહી થાય છે શિવલિંગ પર પોતાની મેળે જ જળાભિષેક

દેવભૂમિ ભારત ઋષિ મુનીઓ ની તપોભૂમિ છે અને ચમત્કારી ભૂમિ છે. જયારે ધરતી પે દેવી દેવતાઓ રહેતા હતા, તો એ કાળમાં તેમના નિર્દેશન માં ધરતી પર એવા સ્થાનોની શોધ કરવામાં આવી જે ધરતીના કોઈ ને કોઈ રહસ્ય અથવા તો તારા સાથે જોડાયેલ હતા. એ સમય દરમિયાન ભારતમાં હજારો ચમત્કારી મંદિર અને એવા સ્થળો નિર્માણ પામ્યા જેને જોઇને ખુબજ આશ્ચર્ય થાય. દરેક મંદિર સાથે જોડાયેલ એક કથા છે અને લોકો તેના પર ખુબજ આસ્થા રાખે છે. એવું જ એક શિવ મંદિર છે જ્યાં શિવલિંગ માં પોતાની મેળે જ થાય છે જળ અભિષેક.

રામગઢમાં આવેલ આ શિવમંદિર ને પ્રાચીન મંદિર ટુટી ઝરણા ના નામથી ઓળખવામાં આવે છે. મંદિરમાં મોજુદ શિવલિંગ પર પોતાની જાતેજ ૨૪ કલાક જલાભિષેક થાય છે. ખાસ વાત તો એ છે કે અહી જલાભિષેક કોઈ બીજું નહિ પરંતુ ખુદ માં ગંગા પોતાની હથેળીઓ થી કરે છે. કેવી રીતે એ એક ખુબજ આશ્ચર્યની વાત છે.

હકીકતમાં આ શિવલિંગ પર માં ગંગા ની એક પ્રતિમા સ્થાપિત છે જેની નભી માંથી પોતાની જાતે જ એક જળ ધારા તેની હથેળીમાંથી પસાર થઇ શિવલિંગ પર પડે છે. એ આજે પણ રહસ્ય બનેલું છે કે આખરે આ પાણીનો સ્ત્રોત છે ક્યાં? એવું માનવામાં આવે છે કે આ મંદિરની જાણકારી પુરાણોમાં પણ મળે છે.

પ્રાચીન મંદિર ટુટી ઝરણા ને લઈને એક કિવદંતી પ્રચલિત છે કે ઘણા વર્ષો પહેલા અહી થી એક રેલ્વે લાઈન નીકળી હોવાથી આ મંદિર વિશે લોકોને જાણકારી મળી હતી. પાણી માટે અહી ખોદકામ દરમિયાન જમીનની અંદર કઈક વસ્તુ જોવા મળી. ખોદકામ વખતે અહી અંગ્રેજો પણ હાજર હતા. જયારે પૂરું ખોદકામ થયું ત્યારે અંદર એક શિવલિંગ જોવા મળ્યું. સાથેજ ગંગા માતાની એક પ્રતિમા પણ હતી. અને તેમાંથી પોતાની જાતે જ શિવલિંગ પર પડી રહેલ જળ જોઇને અંગ્રેજ પણ ચોંકી ગયા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer