શ્રાવણ માસમાં શિવજીને પ્રસન્ન કરી મનોકામના પૂર્ણ કરવાના અનેક ઉપાયો શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. જળ, બલ્લીપત્ર, આંકડો, ઘતુરા, ભાંગ, કપુર, દૂધ, ચોખા, ચંદન, ભસ્મ અને રૂદ્રાક્ષ જેવી 11 સામગ્રીથી ભોળાનાથ પ્રસન્ન થાય છે. ચાલો જાણીએ શા માટે શિવજીને આ 11 વસ્તુ પ્રિય છે.
શિવજીને પ્રિય 11 વસ્તુ :
ભાંગ : શિવ હંમેશા ધ્યાનમગ્ન રહે છે. ભાંગ ધ્યાન કેન્દ્રીત કરવામાં ઉપયોગી છે. ધ્યાન કેન્દ્રીત થવાથી જીવાત્મા પરમાનંદમાં રહે છે. માટે ભાગં તેમને પ્રિય છે.
કપુર: कपूरगौरं करूणावतारं…. ભગવાનનો વર્ણ કપૂર સમાન ગૌર છે, ઉજ્જવળ છે. કપૂરની મહેક વાતાવરણને સુગંધીત અને પવિત્ર બનાવે છે. કપૂરની સુગંધ મહાદેવજીને અતિ પ્રિય છે. તેથી પૂજામાં તેનો ઉપયોગ થાય છે.
દૂધ: પંચામૃત માનું એક દૂધ છે. ખાસ કરીને શ્રાવણ માસમાં દૂધનું સેવન હાનીકારણ હોવાનું કહેવાય છે, માટે શ્રાવણમાંસમાં દૂધનો ત્યાગ કરીને તે દૂધ શિવજીને અર્પણ કરવાની પ્રથા છે.
ચોખા: અતૂટ ચોખા, અખંડ ચોખાથી પૂજા કરવાથી પૂજા સંપન્ન થાય છે. તૂટેલા ચોખાથી દોષ લાગે છે.
ચંદન: ચંદનનો સ્વભાવ શિતળ છે. વિષની સમસ્યાથી બચવા માટે સુગંધી-શિતળ અને મનને પ્રસન્ન કરનાર ચંદન અર્પણ કરવાથી શિવજી પ્રસન્ન થાય છે.
ભસ્મ: ભસ્મ પવિત્રતાનું પ્રતિક છે. શિવજીએ આ પવિત્રતા બળીને ભસ્મ થનાર માતા ઉમામાં જોઈ હતી. આખા શરીરને ભસ્મ લગાવીને મનને શાંત રાખવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો.
રૂદ્રાક્ષ: ભગવાનના નેત્ર બિંદુમાંથી રૂદ્રાક્ષની ઉત્પતી થઈ છે. તે ભગવાનને અતિપ્રિય હોવાથી તેને ગળામાં ધારણ કરે છે. શિવજીએ રૂદ્રાક્ષને ભક્તોના હીત માટે પણ ઉત્પન કર્યો હતો. આમ આ 11 સામગ્રીથી ભગવાન શિવની પૂજા- આરાધના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
જળ: ભગવાન શિવ પોતેજ જળ સ્વરૂપ છે. શિવજીને ગળામાં વિષ ધારણ કરવાથી અત્યંત પીડા થઈ અને પીડામાંથી મુક્તિ આપવાના હેતુથી સર્વ ભક્ત ગણ તેમને શિતળ જળ ચડાવે છે. સમસ્ત દેવી-દેવતાઓ પણ શિવજીને જળધારાથી સ્નાન કરાવે છે.
બીલીપત્ર: બીલીપત્ર એટલે શિવજીના ત્રણ નેત્રોનું પ્રતિક છે. ઋષિમુનિઓ કહે છે કે ભોળાનાથને બીલીપત્ર ચડાવાથી કન્યાદાન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે.
આંકડો: આંકડો હનુમાનજીને પ્રિય છે. હનુમાનજી પણ શિવસ્વરૂપ જ છે. કહેવાય ચે કે આંકડાનું ફૂલ ચડાવવાથી સોનાના દાન જેટલું ફળ પ્રાપ્ત થાય છે.
ધતુરો: ધતુરો શિવને ખુબ પ્રિય છે. ધતુરો, ભાંગ અને આંકડો ઔષધી ઉત્માદાયક છે. શિવજી કાયમ હીમાલયમાં બરફમાં નિવાસ કરે છે. આ તમામ સામગ્રી તેમને ઉષ્મા અર્પણ કરે છે. તેથી પ્રિય છે.