શિયાળાની ઋતુ મા તુલસીના છોડને સુકાવા થી બચવવા માટે અપનાવો આ નુસ્ખાઓ

આપણા દેશમા અનેક ધર્મો ના લોકો વશે છે. દરેક ધર્મને પોતાની અલગ અલગ માન્યતાઓ રહેલી છે. હિંદુ ધર્મમા તુલસી ને ખુબ જ પવિત્ર માનવા મા આવે છે.પોતાના ઘર ના આગણમા જો તુલસી નો છોડ હોય તો તે ખુબ જ સારુ ગણવામા આવે છે. શિયાળાની ઋતુ મા તુલસીના છોડની ખાસ દેખરેખ રાખવાની આવશ્યકતા છે.

ઠંડા પવન તેમજ ઝાકળને લીધે તુલસીનો છોડ થોડોક સુકાયેલ હોય એવો લાગે છે. આપણા શાસ્ત્રો મા લખાયેલ છે કે તુલસીજી નો છોડ સુકાય જાય એ ખરાબ છે. શિયાળાની ઋતુ મા તુલસીજી ના છોડા ને સુકાવા થી બચવવા માટે અમુક નુસ્ખાઓનુ અહી સુચન કરવામા આવ્યુ છે.

આ શિયાળાની ઋતુ મા તુલસીજીને પાણી ચડાવતા પૂર્વે એવાત ધ્યાન મા રાખવી કે તમે જે પાણી ચડાવો છો એ પાણી થોડુક ગરમ જેવુ હોય. જો શક્ય હોય તો જે પાણી તમે તુલસીજી ને ચડાવવાના હોવ એ પાણી મા થોડુક દુધ ઉમેરી ને આ પાણી નો તુલસી ના છોડ પર છાંટકાવ કરી દો. આ નૂસ્ખો કરવા થી તુલસી નો છોડ કુમળો તથા લીલોછમ બન્યો રહેશે.

જો તમારો તુલસી નો છોડ મોટો થઈ ગયો હોય અને તેમા માંજર લાગેલા હોય તો આ માંજર જ્યારે સુકાઈ જાય ત્યારે તેને દૂર કરી લેવા. એવી માન્યતા રહેલી છે કે જે ઘર મા તુલસીના સુકાયેલા માંજરો હોય છે તે ઘરના લોકો માંદગીમા સંપડાયેલા રહે છે. તેમજ આ સુકાયેલ તુલસી ના માંજર પણ તુલસીના છોડ ને હાનિ પહોચાડી શકે છે. આ માટે આ સુકાયેલ માંજર ને તુલસીના છોડથી અલગ કરવા આવશ્યક છે.

તમે જે જગ્યાએ તુલસીનો છોડ વાવેલ હોય એ જગ્યાએ તુલસીના છોડા ની આજુ બાજુ મા અઠવાડિયે ઓછા મા ઓછુ એક વખત તો ખોદી નાખવુ જોઈએ. જો આમ કરવા મા આવે તો આ તુલસી ના છોડા ને જરૂરી એવા પોષક તત્વો મળી રહે છે અને આ તુલસી નો છોડ વધવા લાગે છે. આસપાસની જમીન ને ખોદવા થી તેના મૂળ સારી રીતે ફેલાય છે અને છોડ લીલોછમ બને છે.

હવે વાત કરી એ કે જો તુલસીના છોડ ને ઘરની બહાર કે ટેરેસ પર લગાવવા મા આવેલ હોય તો આ શિયાળાની ઋતુ દરમિયાન તેને ઠંડી થી બચાવવા માટે તેને ઘર મા લઈ આવવી. આ તુલસીના છોડને ઠંડી સામે રક્ષણ આપવુ હોય તો પરોઢ ના સમયે તેમજ સંધ્યા સમયે છોડ પાસે એક દિવો પ્રગટાવવો જોઈએ અને આ દિવો લાંબા સમય સુધી પ્રજ્જવ્લિત રહે તેનુ ધ્યાન રાખવુ. તો આ એવા નૂસ્ખા છે કે જે અપનાવવા થી આપણે તુલસી ને સુકાતા અટકાવી શકીએ છીએ તથા તેને લીલોછમ બનાવી શકીએ છીએ.

 

 

Leave a reply:

Your email address will not be published.

Site Footer