એમ તો આપણા દેશ માં શનિદેવ ના ઘણા પીઠ છે પરંતુ આમાંથી ત્રણ ને જ પ્રાચીન અને ચમત્કારિક પીઠ માનવામાં આવે છે, જેનું ધાર્મિક દ્રષ્ટિ થી ખુબ મહત્વ છે. કહેવામાં આવે છે કે આ પીઠો માં જઈને પાપ થી મુક્તિ મેળવી શકાય છે.
માન્યતા ની અનુસાર, આ સ્થાન પર જવા વાળા લોકો શનિ ના પ્રકોપ થી બચી શકે છે, કોઈ અન્ય સ્થાન પર નહિ. આ પીઠ મહારાષ્ટ્ર ના એક ગામ શીગણાપુર માં સ્થિત શનિ શીંગણાપુર, મધ્યપ્રદેશ ના ગ્વાલિયર ની પાસે સ્થિત છે.
શનીશ્ચરા મંદિર અને ઉત્તરપ્રદેશ ના કોસી થી છ કિલોમીટર દુર કૌકીલાવન માં સ્થિત છે, સિદ્ધ શનિદેવ નું મંદિર છે. જાણકારી પ્રમાણે જીવન માં કોઈ પણ પ્રકારની કઠણાઈ અથવા શનિ ગ્રહ નો પ્રકોપ છે, તો લોકો આ જગ્યા પર આવીને ભયમુક્ત થઇ જાય છે.
માન્યતા ની અનુસાર આ સ્થાનો પર શનિ દોષ ના જાતક ને તાત્કાલ લાભ મળે છે. કહેવાય છે કે પાછળ ના ઘણા વર્ષો થી આ પીઠ આજે પણ ત્યાં છે અને આજે પણ આ ચમત્કાર થતા રહે છે. એમાંથી શનિશ્ચ્રરા મંદિર નું એમનું જ મહત્વ છે,
આવો જાણીએ શનિશ્ચરા મંદિર વિશે… શનિશ્ચરા મંદિર મધ્યપ્રદેશ ના ગ્વાલિયર ની પાસે સ્થિત છે શનિશ્ચરા મંદિર. એના વિશે કહેવામાં આવે છે કે અહિયાં હનુમાનજી દ્વારા લંકા થી ફેંકાયેલું અલૌકિક શનિદેવ નું પીંડ સ્થાન છે. અહિયાં શનિશચરી અમાસ ના દિવસે મેળો લાગે છે.
ભક્તજન અહિયાં તેલ ચઢાવે છે અને પહેરેલા કપડા, ચંપલ, બુટ વગેરે બધું અહિયાં છોડીને ઘરે જતા રહે છે. એની પાછળ એવી માન્યતા છે કે એવું કરવાથી પાપ અને દરિદ્રતા થી છુટકારો મળી જાય છે. માનવામાં આવે છે કે શનિશ્ચરા મંદિર માં શનિ શક્તિઓ નો વાસ છે.
શનિ જયંતી પર લાગે છે મેળો દરેક વર્ષે જેઠ મહિના ની અમાસ ને શનિ જયંતી નો પર્વ મનાવવામાં આવે છે. આ દિવસે પ્રમુખ શનિશ્ચરા મંદિર પર લાખો ની સંખ્યા માં શ્રદ્ધાળુઓ ની ભીડ ઉમટે છે. અહિયાં આવનારા શ્રદ્ધાળુ શનિદેવ ને ખુશ કરવા માટે તેલ ચઢાવે છે અને એની પૂજા કરે છે.