શની દેવના ઘણા પ્રસિદ્ધ મંદિરો દેશના ખૂણા ખૂણામાં આવેલા છે, પરંતુ શું તમે જાણો છો એક એવું પણ મંદિર છે, જ્યાં તેઓ પત્ની સાથે વિરાજમાન છે. છત્તીસગઢના કવર્ધા માં શનિદેવ નું એક એવું મંદિર છે જ્યાં તે પોતાની પત્ની દેવી સ્વામીની સાથે પૂજાય છે.
પાંડવ કાળથી છે આ પ્રતિમા:
કવર્ધા જીલ્લામાં મુખ્યાલયથી ભોરમ દેવ માર્ગ પર ૧૫ કિલોમીટર દુર છપરી, પછી ૫૦૦ મીટર આગળ ચાલવાથી પ્રાચીન મડવા મહેલ છે. અહી જંગલોની વચ્ચેથી નીકળતો ૪ કિલોમિટર નો વાંકો ચૂંકો રસ્તો અને સંકરી નદીના ઉતર ચડાવ વાળો રસ્તો પસાર થાય પછી આવે છે ગામ કરીઆમા. આ ગામની પ્રસિદ્ધિ એ છે કે અહી દેશનું એક માત્ર શની દેવાલય છે. જ્યાં પત્ની સાથે તેમની પૂજા થાય છે. અને શનીદેવની આ પ્રતિમા પાંડવ કાળ થી છે. પણ ઘણા સમય સુધી લોકોને ખબર ન હતી કે શનિદેવ ની સાથે એની પત્ની ની પણ મૂર્તિ સ્થાપિત છે.
ધૂળ સાફ કરી તો સામે આવી અનોખી પ્રતિમા:
અહીના પુરોહિતના જણાવ્યા મુજબ તેઓ ખુબ જ લાંબા સમયથી ભગવાન શની દેવની પૂજા કરવા માટે કરીઆમાં જાય છે, સતત તેલ ચઢાવ્યા થી પ્રતિમા પર ધૂળ અને માટીણી પરત જામી ગઈ હતી. એક દિવસ જયારે આ પ્રતિમા ને સાફ કરી તો ત્યાં શનિદેવની સાથે તેમની પત્ની દેવી સ્વામીની ની પ્રતિમા પણ જોવા મળી. ત્યારબાદ અહિયાં આ મંદિર માં દરરોજ શનિદેવ ની સાથે એમની પત્ની ની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. અને સાથે જ અહિયાં બધા લોકોને પ્રવેશ આપવામાં આવે છે.
પતિ-પત્ની સાથે કરી શકે છે પૂજા:
આ મંદિરને દેશના એકમાત્ર સપત્નીક શની દેવાલયનો હોદ્દો મળ્યો છે, બીજી જગ્યાઓ પર શનિદેવની એકલાની જ પ્રતિમા સ્થાપિત હોય છે. આ શની મંદિર એટલા માટે પણ પ્રસિદ્ધ છે કારણ કે અહી પતિ પત્ની બંને એક સાથે શનિદેવની પૂજા અર્ચના કરી શકે છે. જયારે દેશના સૌથી પ્રાચીન મંદિર શનિ શીંગણાપૂરમાં પણ પહેલા મહિલાઓનો પ્રવેશ વર્જિત હતો. હવે ત્યાં મહિલાઓને પણ પૂજા કરવાનો અધિકાર મળી ગયો છે. એટલે હવે અહિયાં ખુબ જ ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.