શ્રાદ્ધમાં રાખવું જોઈએ આટલી વાતોનું ધ્યાન :
૧. શ્રાદ્ધના સમયમાં નવા કપડાંની ખરીદી ન કરવી કે ન તો નવાં કપડાં પહેરવા.
૨. આ સમયમાં ગાય, કૂતરાં અને બિલાડીને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ.
૩. પિતૃપક્ષ દરમિયાન ચણા, મસૂર, સરસવ, મૂળા, દૂધી, કાકડી જેવી વસ્તુઓનું સેવન ન કરવું.
૪. જો કોઈ તીર્થસ્થળે પિંડદાન કે શ્રાદ્ધ કરવું શક્ય ન હોય તો પોતાના ઘરના આંગણે જમીન પર જ તર્પણ કરી શકાય છે.
૫. પિતૃપક્ષમાં ભોજન કરવાનાર બ્રાહ્મણે પણ શ્રાદ્ધ નિમિત્તનું ભોજન કરતાં પહેલાં અને પછી અન્ય કોઈ વસ્તુ ગ્રહણ ન કરવી.
૬. ઘરમાં ક્યારેય વડીલોનો નિરાદર ન કરવો. તેમની કોઈ વાતનો વિરોધ કરવો નહીં.
૭. વડીલોને પહેલાં તેમને ભોજન કરાવી અને પછી જ ભોજન કરવું.
૮. શ્રાદ્ધ પક્ષમાં શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે.
૯. રાત્રે શ્રાદ્ધ નથી કરવામાં આવતું.
૧૦. શ્રાદ્ધનો સમય બપોરે સાડા બાર વાગ્યાથી એક વાગ્યાની વચ્ચે યોગ્ય માનવામાં આવે છે.
૧૧. કાગડા, કૂતરાં અને ગાયો માટે પણ અન્નનો અંશ કાઢે છે કારણ કે આ બધા જીવ યમના ખૂબ નિકટ છે.
૧૨. પિતૃપક્ષમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
જાણો કઇ તિથિનું શ્રાદ્ધ ક્યારે ઊજવવું તે વિશે :
તિથિ | તારીખ | વાર | વિગત |
ભાદરવા સુદ પૂનમ | ૧૪ | શનિવાર | મહાલયારંભ,એકમનું શ્રાદ્ધ અંબાજી મેળો, ભાદરવી પૂનમ |
ભાદરવા વદ ૧ | ૧૫ | રવિવાર | બીજનું શ્રાદ્ધ |
ભાદરવા વદ ર | ૧૬ | સોમવાર | |
ભાદરવા વદ ૩ | ૧૭ | મંગળવાર | ત્રીજનું શ્રાદ્ધ |
ભાદરવા વદ ૪ | ૧૮ | બુધવાર | ચોથનું શ્રાદ્ધ |
ભાદરવા વદ પ | ૧૯ | ગુરુવાર | પાંચમનું શ્રાદ્ધ, કૃતિકા શ્રાદ્ધ |
ભાદરવા વદ ૬ | ૨૦ | શુક્રવાર | છઠનું શ્રાદ્ધ |
ભાદરવા વદ ૭ | ૨૧ | શનિવાર | સાતમનું શ્રાદ્ધ |
ભાદરવા વદ ૮ | ૨૨ | રવિવાર | આઠમનું શ્રાદ્ધ |
ભાદરવા વદ ૯ | ૨૩ | સોમવાર | નોમનું શ્રાદ્ધ, અવિધવા શ્રાદ્ધ |
ભાદરવા વદ ૧૦ | ૨૪ | મંગળવાર | દશમનું શ્રાદ્ધ |
ભાદરવા વદ ૧૧ | ૨૫ | બુધવાર | અગિયારશ, બારશ અને સંન્યાસીનાં શ્રાદ્ધ |
ભાદરવા વદ ૧૨ | ૨૬ | ગુરુવાર | તેરશનું શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ |
ભાદરવા વદ ૧૩ | ૨૭ | શુક્રવાર | ચૌદશનો ક્ષય, અસ્ત્ર-શસ્ત્રથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ |
ભાદરવા વદ ૧૪ | ૨૮ | શનિવાર | અમાસ-ચૌદશ-પૂનમનું શ્રાદ્ધ, સર્વ પિતૃ અમાસ |
આસો સુદ ૧ | ૨૯ | રવિવાર | માતામહ શ્રાદ્ધ, નવરાત્રિ આરંભ |