હિંદુ ધર્મ પ્રમાણે પિતૃપક્ષનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ વર્ષે 13 સપ્ટેમ્બરથી લઇને 28 સપ્ટેમ્બર સુધી પિતૃપક્ષ રહેશે. આ દરમિયાન લોકો પોતાના પિતૃઓને તર્પણ કરે છે કારણ કે એમની આત્માને મુક્તિ મળી શકે. આ દરમિયાન એમની શાંતિ માટે પૂજા પાઠ અને પિંડાદનનું પણ પ્રચલન છે. એવું માનવામાં આવે છે કે જો આ પૂજામાં કોઇ પ્રકારની ભૂલ થઇ જાય તો પૂર્વજોને ખૂબ દુ:ખ પહોંચે છે. ચલો તો જાણીએ શ્રાદ્ધ પક્ષની મહત્વપૂર્ણ તિથિઓ અને મહત્વ…
હિંદુ ધર્મમાં પિતૃને સંતુષ્ટ કરવા માટે શ્રાદ્ધ કરવાની પરંપરા છે. આ પ્રમાણે તમારા જે પરિવારજન દેહ ત્યાગ કરી ચુક્યા છે એમની આત્માની શાંતિ અને મુક્તિ માટે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે.
શ્રાદ્ધ
પક્ષ 2019ની મુખ્ય તારીખો:
શ્રાદ્ધ
પૂર્ણિમા 2019 13 સપ્ટેમ્બર, શ્રાદ્ધ પંચમી 2019 19 સપ્ટેમ્બર, શ્રાદ્ધ એકાદશી 2019 25 સપ્ટેમ્બર, શ્રાદ્ધ મઘા 2019 26 સપ્ટેમ્બર, સર્વપિતૃ અમાસ 2019 28 સપ્ટેમ્બર
મહત્વ : હિંદુ ધર્મમાં પિતૃને સંતુષ્ટ કરવા માટે શ્રાદ્ધ કરવાની પરંપરા છે. એ પ્રમાણે તમારા જે પરિવારજન દેહ ત્યાગ કરી ચુક્યા છે એમની આત્માની શાંતિ અને મુક્તિ માટે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. એવી માન્યતા છે તે આ દિવસે યમરાજ લોકોની આત્માને આઝાદ કરી જે છે જેનાથી તે પૃથ્વી પર પોતાના પરિજનોના પાસે જઇને તર્પણ કરી શકે. ધર્મશાસ્ત્રો અનુસાર, શ્રાદ્ધ પત્ર ભાદરવા મહિનાની પૂર્ણમાથી શરૂ થઇને અશ્વિન મહિનાની અમાસ સુધી રહે છે. શાસ્ત્રોમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે કોઇ પણ વર્શના કોઇ પણ પક્ષમાં જે તારીખમાં લોકોનું મૃત્યુ થયું હોય એમનો શ્રાદ્ધ પણ એ જ તીથિ એ કરવો જોઇએ.