આ વખતે 13 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ જશે, પંચાગ અનુસાર ભાદરવાની પૂર્ણિમાથી અમાસ સુધી 15 દિવસ સુધી વિશેષ સમયને શ્રાદ્ધ પક્ષ કહેવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં પિતૃ તર્પણ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. હિંદુ ધર્મમાં ત્રણ પ્રકારના ઋણ વિશે જણાવામાં આવ્યું છે, દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. આ ત્રણે ઋણમાં પિતૃ ઋણમાંથી મુક્ત થવા શ્રાદ્ધ કરવામાં આવે છે.
શ્રાદ્ધ કરવાથી પિતૃઓને પાણી અને અન્ન મળે છે. તેમના આત્માને શાંતિ મળે છે. અને જીવની ગતિ થાય છે કેટલીક વખત અકાળે મૃત્યુ થયુ હોય તો તેવા સમયે જીવ ભટકે છે આથી જો પિતૃ તર્પણ કરવામાં આવે તો તેમને સદ્દગતિ પ્રાપ્ત થાય છે. પિતૃ પક્ષમાં 16 શ્રાદ્ધ હોય છે જેમાં પિતૃઓને ખુશ કરવામાં આવે છે. આ દિવસે ભૂલથી પણ કોઈ ભૂલ ન કરવી જોઈએ કેમકે જો આવું થશે તો ખુશીઓને ગ્રહણ લાગી જશે.
શ્રાદ્ધ કરવાથી પિતૃઓની ગતિ થાય છે. વ્યક્તિ પોતાના પિતૃઓના ઋણમાંથી મુક્તિ મેળવે છે. હિંદૂ ધર્મમાં શ્રાદ્ધ પક્ષ અને કાગ કાગ અને શ્રાદ્ધ પક્ષમાં જમણવારમાં દૂધપાક કે ખીરનો જ આગ્રહ રાખવામાં આવે છે તેની પાછળ સ્વાસ્થ્ય અને પ્રાકૃતિક બેલેન્સની ભાવના છે. વરસાદ પછી પડતા આકરા તડકાને કારણે શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય છે. જેનો ભરાવે વ્યક્તિમાં પિત્ત કે લોહી વિકાર જેવા રોગો પેદા કરે છે. તેનું શમન અનિવાર્ય છે. માટે દૂધપાક કે ખીર બનાવીને આ 15 દિવસ સુધી ખાવામાં આવે છે. જેથી તેનું શમન થઈ જાય.
જે કાગ વાસ નાંખવામાં આવે છે તેની પાછળનું કારણ એ હોય છે. ભાદરવા મહિનામાં કાગડાઓને બચ્ચા આવે છે. આ નાના નાના બચ્ચા હજી જંતુઓ પચાવવા માટે સક્ષમ નથી હોતા. તે કાગ વાસ થકી પોષણ મેળવે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ ભોજન કે પાણી માંગવા આ દિવસોમાં આવે તો તેને ખાલી હાથ જવા ન દેશો. માન્યતા છે કે પિતૃ કોઈ પણ રૂપે તમારે ત્યાં આવી શકે છે. ગાય, કુતરા, બિલાડી, કાગડાને ભોજન કરાવવું. માંસાહારી ભોજનનો સદંતર ત્યાગ કરવો. શરાબ અને નશીલી વસ્તુઓથી દૂર રહેવુ. વાળ કાપવા ન જોઈએ, રાત્રીના સમયે નખ ન કાપવા જોઈએ.
ઘરમાં જ્યારે પણ ભોજન બનાવો હંમેશા એક ભાગ ગાય કે કુતરા માટે કાઢીને રાખો. ભૌતિક સુખના સાધનો જેવાકે સ્વર્ણના આભૂષણો, નવા વસ્ત્ર, વાહનની ખરીદી કરવી જોઈએ નહી. કેમકે આ સમયે શોક કાળ હોવાથી આ વસ્તુઓ ખરીદશો તો અપશુકન થશે.