રાજધાની દિલ્હીમાં ફરી એકવાર હૃદય હચમચાવી દેનારી ઘટના સામે આવી છે.શ્રદ્ધા મર્ડર જેવી જ એક ઘટના ફરી બની છે. પરંતુ આ વખતે કોઈ મહિલા કે યુવતીનું મોત નથી થયું પરંતુ એક યુવકનું મોત થયું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, એક મહિલાએ તેના પતિના અનેક ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા અને ધીમે ધીમે નજીકના ખેતરમાં ફેંકી દીધા.હાલમાં દિલ્હી ક્રાઈમ બ્રાંચની ટીમે આ કેસમાં મહિલાની ધરપકડ કરી છે.આ મામલે સીસીટીવી વીડિયો સામે આવ્યો છે.
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ દિલ્હીમાં મળી આવેલા માનવ શરીરના અંગોનો ભેદ ઉકેલ્યો છે.મળતી માહિતી મુજબ, પાંડવ નગરમાં રહેતા યુવકની લાશને એક મકાનમાં કાપીને ફ્રીઝમાં રાખવામાં આવી હતી.જે બાદ હત્યારાઓ દરરોજ મૃતદેહના ટુકડા પાંડવ નગર અને પૂર્વ દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં ફેંકી દેતા હતા.
A woman along with her son arrested by Crime Branch in Delhi’s Pandav Nagar for murdering her husband. They chopped off body in several pieces,kept in refrigerator & used to dispose of pieces in nearby ground: Delhi Police Crime Branch
(CCTV visuals confirmed by police) pic.twitter.com/QD3o5RwF8X
— ANI (@ANI) November 28, 2022
હત્યાની આ ભયાનક ઘટનાને માતા-પુત્રએ સાથે મળીને અંજામ આપ્યો હતો.તેણે મૃતદેહના ટુકડા કરી તેના ઘરના ફ્રિજમાં છુપાવી દીધા અને પછી તેને પાંડવ નગર વિસ્તારમાં ફેંકી દીધા.પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.કેટલાક સમયથી આ વિસ્તારમાં મૃતદેહોના ટુકડા જોવા મળી રહ્યા હતા.દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે આ અંગે ખુલાસો કર્યો છે.
દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે, દિલ્હીના પાંડવ નગરમાં એક મહિલા અને તેના પુત્રની તેના પતિની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.મહિલાએ તેના પતિની હત્યા કરી તેના શરીરના ટુકડા કરી નાખ્યા.ફ્રીજમાં રાખ્યું.ધીમે ધીમે તે લાશના ટુકડા નજીકના ખેતરમાં ફેંકી દેતી હતી.