પરંતુ આપણા ધર્મગ્રંથમાં જણાવ્યા પ્રમાણે, શ્રાદ્ધ બે કે ત્રણ નહીં પરંતુ 12 પ્રકારનાં છે. ધર્મગ્રંથોમાં આ શ્રાદ્ધ વિશે જણાવવામાં આવ્યું છે.નિર્ણય સિંધુમાં 12 પ્રકારના શ્રાદ્ધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્રાદ્ધ પક્ષમાં પૂર્વજો માટે પિંડદાન કરવામાં આવ્યા છે. તેને સરળ શબ્દોમાં શ્રાદ્ધ કહેવામાં આવે છે. સામાન્ય રીતે લોકો એક બે પ્રકારના શ્રાદ્ધ વિશે જાણતા હોય છે. પિતૃ પક્ષમાં કરવામાં આવતું શ્રાદ્ધ કોઈ પણ શુભ કાર્ય પહેલાં કરવામાં આવતા શ્રાદ્ધ અને જો કુંડળીમાં પિતૃદોષ હોય તો તેને દૂર કરવા માટે કરવામાં આવતું શ્રાદ્ધ.
૧. કર્માંગ શ્રાદ્ધઃ આ શ્રાદ્ધ કોઈ સંસ્કાર કે પ્રસંગ પર કરવામાં આવે છે.
૨. શુદ્ધયર્થ શ્રાદ્ધઃ આ શ્રાદ્ધ પરિવારની શુદ્ધા માટે કરવામાં આવે છે.
૩. તીર્થ શ્રાદ્ધઃ આ શ્રાદ્ધ તીર્થ પર જવાનું હોય ત્યારે કરવામાં આવે છે.
૪. યાત્રાર્થ શ્રાદ્ધઃ આ શ્રાદ્ધ યાત્રાની સફળતા માટે કરવામાં આવે છે.
૫. પુષ્ટયર્થ શ્રાદ્ધઃ શરીરના સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિ માટે ત્રયોદશી તિથી, માઘા નક્ષત્ર, વર્ષા ઋૃતુ અને અશ્વિની માસના કૃષ્ણ પક્ષ આ શ્રાદ્ધ માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.
૬. નિત્ય શ્રાદ્ધઃ કોઈ પણ વ્યક્તિ અનાજ, દૂધ, પાણી, ફૂલ અને ફ્રુટ્સને દરરોજનું દાન કરીને પિતૃને પ્રસન્ન કરવામાં આવે છે.
૭. નેમિત્ત્તક શ્રાદ્ધ: આ શ્રાદ્ધ ખાસ પ્રંસગે કરવામાં આવે છે. જેમ કે, પિતા કે કોઈના મૃત્યુની તિથિના દિવસને એકોદિષ્ટ કહેવામાં આવે છે. તેમાં વિશ્વદેવાની પૂજા નથી તેમા માત્ર એક પિંડદાન કરવામાં આવે છે.
૮. કામ્ય શ્રાદ્ધઃ ઈચ્છા પૂરી કરવા માટે આ શ્રાદ્ધ કરવામાં આવે છે. જેમ કે પુત્ર, ધન પ્રાપ્તિની ઈચ્છા.
૯. વૃદ્ધિ શ્રાદ્ધઃ આ શ્રાદ્ધ સૌભાગ્ય વૃદ્ધિ માટે કરવામાં આવે છે.
૧૦. સપિંડન શ્રાદ્ધ: મૃત વ્યક્તિના 12 દિવસે પિતૃને મળવા માટે કરવામાં આવે છે. આ શ્રાદ્ધને સ્ત્રીઓ પણ કરી શકે છે.
૧૧. પાર્વણ શ્રાદ્ધ: પિતા, દાદા, પરદાદા, સપત્ની અને દાદી, પરદાદી અને સપત્ની માટે કરવામાં આવે છે. તેમાં બે વિશ્વદેવની પૂજા કરવામાં આવે છે.
૧૨. ગોષ્ઠી શ્રાદ્ધઃ તે પરિવારના તમામ લોકો એકઠા થાય ત્યારે કરવામાં આવે છે.