સંબંધમાં લતા મંગેશકરની પૌત્રી છે ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ, અમિતાભની સાથે પણ કરી ચૂકી છે કામ

3 માર્ચ 1987 માં મુંબઈમાં જન્મેલી શ્રદ્ધા કપૂર પાછળના દસ વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અભિનેત્રી ના રૂપમાં જોડાયેલી છે. તે દિગ્ગજ અભિનેતા શક્તિ કપૂરની દીકરી છે. પરંતુ તે પોતાની પહેચાન ખુદ બનાવવામાં કામયાબ રહી છે. તો ચાલો આજે અમે તમને શ્રદ્ધા કપૂર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો વિષે અવગત કરીએ.

તમને આ જાણકારી આંચકો પણ આપી શકે છે કે શ્રદ્ધા ને ફેસબુકના માધ્યમથી એક મોટી ફિલ્મની ઓફર પણ આપવામાં આવી હતી. શ્રદ્ધા આ વિષે ખુદ પોતે સાક્ષાત્કારમાં ખુલાસો કરી ચૂકી છે, કે એ દિવસે ફિલ્મ મેકર અંબિકા હિંડજા એ મારી કેટલીક તસવીરો ફેસબુક પર જોઈ અને મારી સાથે કોન્ટેક્ટ કર્યો. તમને જણાવી દઈએ કે શ્રદ્ધા ની ફિલ્મ કરિયરની શરૂઆત તીન પત્તી વર્ષ ૨૦૧૦ થી થઈ હતી. ખાસ વાત એ છે કે પોતાની પહેલી ફિલ્મ શ્રદ્ધાને મહાનાયક અભિતાભ બચ્ચન સાથે કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

સલમાન ખાનની ફિલ્મ ઠુકરાવી હતી :- વર્ષ 2010 માં શ્રદ્ધાએ અંદાજે 23 વર્ષની ઉંમરમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના કદમ રાખ્યા હતા. પરંતુ જ્યારે તે માત્ર સોળ વર્ષની હતી ત્યારે જ તેમને ઘણી ફિલ્મોની ઓફર મળવા લાગી હતી. 16વર્ષની ઉંમરમાં શ્રદ્ધાને અભિનેતા સલમાન સાથે કામ કરવા માટે એક ફિલ્મની ઓફર આપવામાં આવી હતી. પરંતુ શ્રદ્ધા એ સલમાનની ફિલ્મ અને ઠુકરાવી દીધી હતી.

શ્રદ્ધા કપૂરનો ફિલ્મી કરિયર વર્ષ 2010 માં ફિલ્મ તીન પત્તીથી બોલિવૂડમાં ફ્લોપ શરૂઆત કરનારી શ્રદ્ધાની પછીની ફિલ્મપણ ફ્લોપ રહી હતી. પોતાની બીજી ફિલ્મ લવ કા ધી એન્ડમાં એક્ટર કોલેજ સ્ટુડન્ટ નો કિરદાર નિભાવ્યો હતો. શ્રદ્ધાને મોટી ઓળખ વર્ષ 2013 માં આવેલી ફિલ્મ આશિકી 2 માંથી મળી હતી.આ ફિલ્મમાં શ્રદ્ધાની સાથે અહમ રોલમાં અભિનેતા આદિત્ય રોય કપૂર હતા. 100 કરોડ રૂપિયાથી વધારે ને કમાણી કરીને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. પોતાના દસ વર્ષના ફિલ્મી કરિયરમાં અત્યાર સુધી શ્રદ્ધા આશિકી 2 સહિત એક વિલન, હૈદર ,એબીસીડી 2, બાગી બાગી 3, હાફ ગર્લફ્રેન્ડ અને સ્ત્રી જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

સબંધ માં લાગે છે લતા મંગેશકર ની પૌત્રી :- આ વાતથી ખૂબ જ ઓછા લોકો પરિચિત છે કે શ્રદ્ધા કપૂર સંબંધમાં એક ગાયિકા લતા મંગેશકરને પૌત્રી લાગે છે. હકીકતમાં શક્તિ કપૂરના પિતા લતા મંગેશકરના કઝિન હતા. આ હિસાબથી શ્રદ્ધા કપૂર અને લતા મંગેશકર ની વચ્ચે દાદી પૌત્રીનો સંબંધ છે. તમને જણાવી દઈએ કે શ્રદ્ધા એક ગાયિકા પણ છે.

તે ફિલ્મ એક વિલન નો સુપરહિટ ગીત તેરી ગલીયા ગાઇ ચૂકી છે. લતાજી પાસેથી જ તેમણે સંગીત ની તાલીમ લીધી છે. શ્રદ્ધા કપૂર સ્વર કોકિલા લતા મંગેશકર ની સાથે એક સ્ટ્રોંગ બોન્ડીંગ રાખતા જોવા મળે છે. વર્ક ફ્રન્ટ ની વાત કરવામાં આવે તો શ્રદ્ધા કપૂર ની પાસે ઘણી ફિલ્મો છે. જાણકારી અનુસાર જલ્દી જ અભિનેત્રી નિખિલ દ્વિવેદી ની ફિલ્મમાં તે ઇચ્છાધારી નાગિન ના રૂપમાં નજર આવનારી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer