શ્રાવણ માસ દરમિયાન સાત્વિકતા અપનાવવાથી જીવનમાં લાવી શકાય છે ઘણા બધા બદલાવ

શ્રાવણ મહિનો પવિત્ર માસ તરીકે ઓળખાય છે. જો આપણે શાસ્ત્રોની વાત કરીઓ તો તેમાં અનેક વાર્તાઓ લખાયેલી છે. જ્યારે આપણી આત્માઓ આ સૃષ્ટિ પર પહેલી વાર આવી હતી તો અહીં સમગ્ર વર્ષ શ્રાવણ રહેતો હતો. જેમ-જેમ સમય પસાર થતો ગયો માનવીના મનમાં લોભ જાગવા લાગ્યો, જેનો શીકાર બની પ્રકૃત્તિ. જે આજે આપણે જોઇ રહ્યા છીએ. આ એનું જ પરિણામ છે.સમગ્ર વર્ષમાં આ એક જ મહિનો એવો છે, જેમાં આપણે પૂરો સમય ભગવાન શિવની સાથે હોઇએ છીએ.

આ મહિનામાં લોકો શિવજીનું નામ લે છે અને આપને તેમના ગુણગાન ગાઇએ છીએ. શિવજીના બધા મંદિરો તેમના કર્તવ્યના પ્રતિક છે અને આપણને પણ એવા કર્તવ્ય કરવાની પ્રેરણા આપે છે. પણ માનવ મનમાં વધતી આકાંક્ષાઓએ તેને પરમાત્માથી દૂર કરી દીઘા છે, જેના લીધે આપણા જીવનમાં દુ:ખ,પીડા, સંકટના રૂપમાં અનેક સમસ્યાઓ આવવા લાગી છે. શિવજીનો આ મહિનો જીવનમાં આપણને અનેક પ્રકારની શુદ્ધિ અપનાવવાની પ્રેરણા આપે છે. પછી ભલે તે ખાણી-પીણી હોય, જીવનશૈલી હોય કે વ્યવસાય હોય.

સવારે ઉઠીને શિવ મંદિરમાં જઇએ છીએ અને ત્યાં શિવલિંગ પર જળ ચઢાવીએ છીએ. આ આપણી ભારતીય સંસ્કૃતિની દેણ છે કે જે ક્યારેય મંદિર નથી જતા તે પણ આ મહિનામાં મંદિર જાય છે. શ્રાવણ મહિનામાં લોકો ઉપવાસ પણ રાખે છે, પણ જાણકારી ન હોવાના લીધે અન્નનો ઉપવાસ કરે છે. જ્યારે તેના મહત્વને જાણીને તેને જીવનમાં અપનાવવાની જરૂર છે.

ઉપ+વાસના શાબ્દિક અર્થ ને જુઓ તો ઉપ એટલે ઉપર અને વાસ એટલા ઉપર રહેવું. માટે આપણા મન અને બુદ્ધિથી ઉપવાસ રાખો અને શિવજીના સ્વરૂપ, ગુણ અને તેમની શક્તિઓને પોતાની અંદર ઉતારવાનો પ્રયાસ કરો. આપણે એક મહિનો સાત્વિકતા અપનાવીશું તો જીવનમાં ઘણા પરિવર્તન જોવા મળશે. વ્યક્તિનું મન સાત્વિક હશે તો નક્કી તેના કર્મો અને શબ્દો પણ સાત્વિક હશે. આ બન્ને સાત્વિક હશે તો આપણે વ્યવસાય અથવા નોકરી પણ શુદ્ધ મનથી કરીશું, જેના લીધે આપણા ઘરમાં ધન પણ સાત્વિક આવશે. જ્યોર ધન સાત્વિક આવશે તો અન્ન પણ સાત્વિક હશે, આ સાત્વિક અન્નથી આપણી બુદ્ધિ પણ સાત્વિક બનશે અને ઘરના સંબંધોમાં મધૂરતા આવશે. આપણા સંસ્કારોમાં દિવ્યતા આવશે. તેથી શ્રાવણ માસ દરમિયાન સાત્વિકતા જાળવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer