માન્યતા છે કે ભગવાન વિષ્ણુના સૂઈ ગયા બાદ આ મહિનામાં ભગવાન શિવ 3 લોકની રક્ષા કરે છે. આજે આપણે જાણીશું કે આ પવિત્ર શ્રાવણમાં મેળો ક્યાં ક્યાં ભરાય છે તે વિશે. હરિદ્વારનો શ્રાવણ મેળો શિવભક્તો માટે શ્રાવણનું મહત્વ વિશેષ હોય છે. કાંવડિયો આવતાંની સાથે જ શ્રાવણ અહીં શરૂ થઈ જાય છે. બમ બમ ભોલેના જયકારની સાથે શિવાલયોમાં મહાદેવની આરાધના કરવામાં આવે છે. આ પછી લોકો ગંગાનું પવિત્ર જળ કાવંડમાં લઈને નીકળી જાય છે.
શ્રાવણનો મહીનો ભગવાન ભોલેનાથને ખુશ કરવા માટે ખાસ ગણવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુના સૂઈ ગયા બાદ આ મહિનામાં ભગવાન શિવ 3 લોકની રક્ષા કરે છે. આ મહિનામાં શિવભક્તિનો અનેરો મહિમા છે. તેમાં ભોલેનાથના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે.
કાશી વિશ્વનાથ મેળો : શ્રાવણના મોટા મેળાની વાત કરીએ તો એક મોટો મેળો કાશીમાં પણ ભરાય છે. કાશીના વિશ્વનાથના દર્શન કરવા માટે સાત માર્ગોથી કાંવડિયો પગપાળા આવે છે. અહી ભક્તોની ભીડ રહે છે.
લખીમપુરનો શ્રાવણનો મેળો : શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થતાંની સાથે જ ભગવાન ભોલેના ભક્તો તેમની ભક્તિ કરવા લાગે છે. નાના કાશીના નામે જાણીતી પૌરાણિક નગરીમાં શ્રાવણનો મેળો શરૂ થતાં દેશ પ્રદેશના લાખો શ્રદ્ધાળુઓ અહીં જળાભિષેક કરવા પહોંચી જાય છે.
ઝારખંડના દેવઘરમાં ભરાય છે શ્રાવણનો મેળો : દર વર્ષે કરોડો કાંવડિયો ઝારખંડના દેવઘરમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ વૈધનાથ ધામમાં આવે છે. બિહારના સુલ્તાનગંજમાં ગંગા નદીથી લઈને દ્વાદશ જ્યોર્તિલિંગમાંના એકનો જળાભિષેક કરે છે. આ મેળો ભગવાન શિવના સૌથી મોટા મેળામાંનો એક ગણાય છે.