ભગવાન શિવજી નો પ્રિય મહિનો શ્રાવણ ૧૭ જુલાઈ ૨૦૧૯ બુધવાર થી ચાલુ થઇ રહ્યો છે. આ મહિનામાં ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવી શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિ શ્રાવણ ના આ પવિત્ર માસ માં માતા પાર્વતી અને શિવજીની પૂજા કરે છે તેમના પર ભોળાનાથની અપાર કૃપા દ્રષ્ટિ બની રહે છે. શ્રાવણ નો પહેલો સોમવાર ૨૨ જુલાઈ ૨૦૧૯ પર છે, આ મહિનામાં શિવભકતો ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરે છે.
આ વરસે શ્રાવણ મહિનાને ખુબજ ખાસ માનવામાં આવ્યો છે. કારણ કે અ વર્ષે શ્રાવણ ના ૪ સોમવાર આવે છે. અને છેલ્લો સોમવાર ૧૫ ઓગસ્ટના દિવસે છે જે દિવસ સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધન બંને એ દિવસે છે. આજે અમે જણાવીશું શિવજીની પૂજા અર્ચના અને વ્રત ની વિધિ. ચાલો જાણીએ કેવી રીતે કરવું જોઈએ શ્રાવણ નું વ્રત.
એ વાત તો દરેક લોકો જાણતા જ હશે કે શ્રાવણ મહિનો ભગવાન શિવજીની આરાધના માટે ઉત્તમ મહિનો માનવામાં આવે છે. તમે શ્રાવણ માસ ના દરેક સોમવારે મંદિરે શિવ પરિવારની દુપ, દીપ, ફળ અને ફૂલ દ્વારા પૂજા કરી શકાય છે. અને આખો દિવસ ઉપવાસ કરવો. તમે શ્રાવણ ના પવિત્ર મહિનામાં ભગવાન શિવજીનું રૂપ શિવલિંગ પે બીલી પત્ર અર્પિત કરી તેનો દૂધ થી અભિષેક કરવો. સાંજ ના સમયે મીઠું ભોજન કરવું. તમે ભગવાન શિવજીની પૂજા કર્યા બાદ પોતાની ક્ષમતા અનુસાર દાન જરૂર કરવું જોઈએ.
જો તમે કોઈ પ્રકારનો સંકલ્પ કર્યો હોય તો એ સંકલ્પ અનુસાર ભગવાન શિવજીની સામે તેનું ઉજવણું કરવું. જે ભક્ત પુરા વિધિ વિધાનથી અને સાચા મન થી ભગવાન શિવજીની પૂજા અને સ્તુતિ કરે છે તેને માંનોવાન્ચિત ફળ પ્રાપ્ત થાય છે. જો તમે શ્રાવણ માસ નું વ્રત રાખો છો. તો સફેદ વસ્ત્ર ધારણ કરીને સફેદ ચંદનનું તિલક કરી પૂજા કરવી અને અને દાનમાં સફેદ વસ્તુઓ આપી શકો છો. શ્રાવણ મહિનાના વ્રત માં મીઠા નું સેવન ના કરવું જોઈએ. તમે ખીર, પૂરી, દૂધ, દહીં અને ચોખા નું સેવન કરી શકો છો. જો તમે શ્રાવણ નું વ્રત રાખો છો તો તેનાથી તમને માનસિક સુખ ની પ્રાપ્તિ થાય છે, વ્યાપારમાં સફળતા મળે છે અને ઘર પરિવારમાં ખુશી બની રહે છે.
શ્રાવણમાં શિવજી ને પ્રસન્ન કરવાના ઉપાય :
૧. જો કોઈ કન્યા કુવારી છે અને તેના લગ્નમાં કોઈ પ્રકારની બાધા આવી રહી હોય તો તેણે દૂધ માં કંકુ મિક્સ કરી દરરોજ શિવલિંગ પર અર્પિત કરવું જોઈએ તેનાથી ખુબજ જલ્દી વિવાહ ના યોગ બને છે.
૨. જો તમે શ્રાવણ ના પવિત્ર મહિનામાં નંદી મહારાજ એટલે કે બ્લડ ને દરરોજ લીલો ચારો ખવડાવો છો તો તેનાથી ભગવાન શિવજી પ્રસન્ન થઇ જશે
૩. શ્રાવણ ના મહિનામાં તમે દરરોજ સવારે નહિ ધોઈ ને મંદિરે જવું. અને શિવલિંગ પર જલાભિષેક કરવો. તેમજ શિવલિંગ પર બીલી પત્ર, ભાંગ, ધતુરો વગેરે ચડાવી પૂજા કરવી તેનાથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે અને આપણી દરેક મનોકામના પૂર્ણ કરે છે.