આપ સૌને જાણ હશે જ કે સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પરિસરની બાજુમાં 40 કરોડ રૂપિયાના ખર્ચે ભોજનાલય બની રહ્યું છે. 7 વિધાની જગ્યામાં બની રહેલ આ ભોજનાલયનું કુલ 2 લાખ 30 હજાર સ્ક્વેર ફૂટમાં બાંધકામ કરાશે.
જેમાં એક અંદાજ મુજબ 12 લાખથી વધુ ઈંટોનો પણ ઉપયોગ થશે. શ્રીરામ લખેલી તમામ ઈંટો ગાંધીનગરમાં રહેતાં ભરતભાઈ પ્રજાપતિ દાદાની સેવા અર્થે અર્પણ કરશે. મંદિરના સંતોએ આર્કિટેક્ટ પાસે એસ્ટિમેટ કઢાવ્યું હતું.
જેમાં લાખો ઇંટ વપરાશે તેવું આર્કિટેક્ટે જણાવ્યું ત્યારે સાળંગપુર મંદિરના સંતોનું મન ભરતભાઈને કહેતાં અટકાયા હતાં, પણ ભરતભાઈએ ખુશીથી તમામ ઈંટોની સેવા તે ખુદ આપશે તેવો નિશ્ચય કર્યો હતો. અત્યારે ભરતભાઈના ભઠ્ઠા પર 50થી વધુ કારીગરો ઇંટો બનાવવા વળગી ગયાં છે. આગામી બે મહિનામાં તમામ ઇંટો તૈયાર થઈ જવાની સંભાવના છે.
વિશ્વવિખ્યાત સાળંગપુર શ્રી કષ્ટભજન હનુમાનજી મંદિર માં અંદાજે 40 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું રસોડું બની રહ્યું છે. ભોજનાલયમાં એક સાથે પાંચ હજાર જેટલા લોકો પ્રસાદ લઈ શકશે.
હાલ ભોજનાલય બનાવાની કામગીરી ઝડપી રીતે ચાલી રહી છે. મહેલને પણ પાછળ રાખી દે તેવું હાઈટેક ભોજનાલય બનાવવા રોજના ૩૦૦ જેટલા મજુરો દિવસ રાત પરસેવો પાડી રહ્યા છે. પંજાબના ગોલ્ડન ટેમ્પલ જેવું મોટું રસોડું બનવાશે.