ભગવાન શ્રી કૃષ્ણ ના શૃંગાર માં મોરપિચ્છ નું અલગ જ મહત્વ છે તેની સાથે સાથે કેટલીક એવી પણ વસ્તુઓ છે જેને શ્રી કૃષ્ણ ની પુજા દરમિયાન જરૂર સાથે રાખવી જોઈએ. તો ચાલો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી એવી 5 વસ્તુઓ જેને બાળ ગોપાલની મૂર્તિ સાથે અવશ્ય રાખવી જોઇએ.
૧. માખણ : ઘરનાં મંદિરમાં દરરોજ સવાર-સાંજ ભોગ લગાવવો જોઇએ. શ્રીકૃષ્ણને માખણ-મિશરી અર્પણ કરો, કારણ કે તે ભગવાનનો સૌથી પ્રિય ભોગ છે. તેના વિના કૃષ્ણ પૂજા પૂર્ણ નથી થતી.
૨. વાંસળી : ભગવાન શ્રીકૃષ્ણની સૌથી પ્રિય વસ્તુઓમાંની એક વાંસળી છે. વાસ્તુ મુજબ, ઘરમાં વાંસળી રાખવી શુભ માનવામાં આવે છે. જો તમે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ અથવા ચિત્ર સાથે વાંસળી રાખશો તો ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. નંદ બાબાએ શ્રીકૃષ્ણને વાંસળી આપી હતી અને શ્રીકૃષ્ણ તેને હંમેશાં પોતાની પાસે રાખતાં હતાં.
૩. મોરનું પીંછું : શ્રીકૃષ્ણને રાધાએ મોરનું પીંછું આપ્યું હતું. ત્યારથી ભગવાન શ્રીકૃષ્ણ તેને હંમેશાં પોતાની પાસે રાખતાં હતાં. મોરના પીંછા વિના શ્રીકૃષ્ણનો શૃંગાર અધૂરો રહે છે. તેથી, કૃષ્ણ મૂર્તિ સાથે મોરના પીંછા અવશ્ય રાખો.
૪. ગાયની મૂર્તિ : ગાય સાથે ભગવાન શ્રીકૃષ્ણનો સંબંધ ગાઢ છે. શ્રીકૃષ્ણે બાળપણમાં ગાયોને ચરાવી હતી. આ વાતથી જ સ્પષ્ટ થાય છે કે, ગાય ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે. ગાયને ખવડાવવી, ગાયનું દાન કરવું અને ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સાથે ગાયની મૂર્તિ રાખવી બહુ શુભ માનવામાં આવે છે.
૫. તુલસીની માળા : ઘરમાં તુલસીનો છોડ રોપવો એ અનિવાર્ય પરંપરા છે. ભગવાન શ્રીકૃષ્ણને તુલસી વિના ભોગ અર્પણ કરી શકાતો નથી. બાળ ગોપાલની મૂર્તિ સાથે તુલસીની માળા ચોક્કસ રાખવી જોઇએ.