જાણો શ્રી કૃષ્ણ જન્મ અને જન્માષ્ટમીનું મહત્વ

શ્રીકૃષ્ણ ભગવાન જે ભગવાન વિષ્ણુના અવતાર છે. શ્રીકૃષ્ણ ના જનમદિવસને જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમ  (કૃષ્ણ પક્ષ‌‌)તિથિ જન્માષ્ટમી  નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. 

જન્માષ્ટમી હિંદુઓનો વાર્ષિક તહેવારના રૂપમાં ઉજવાય છે. આ તહેવાર રક્ષાબંધનના આઠમા દિવસે આવે છે. આ દિવસે લોકો ઘરમાં અને મંદિરોમાં ભવ્ય ઉજવણી કરે છે. લોકો ઘરમાં પણ શ્રીકૃષ્ણના ગોકુળિયું સજાવે છે અને આખો દિવસ ઉપવાસ પર રહે છે અને જુદી-જુદી વાનગીઓ નો ભોગ કે 56 ભોગ લગાવે છે. દ્વારકા અને મથુરામાં આ તહેવારની ભવ્ય ઉજવણી થાય  છે. લોકો કૃષ્ણભક્તિમાં ડૂબી જાય છે. 

Krishna Puja Vidhi For Janmashtami, daily Krishna puja

જન્માષ્ટ્મીની રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણનો જનમ થયો હતો.  તેથી રાત્રે 12 વાગ્યે મંદિરમાં અને ઘરોમાં પણ લોકો શ્રીકૃષ્ણનો અભિષેક, પૂજન અને આરતી કરીને ઉજવણી કરે છે. આ દિવસે શહેરના રસ્તાઓ પર મટકી ફોડ પ્રતિયોગિતા પણ રાખવામાં આવે  છે. તેનું  એક ખૂબ સરસ દ્ર્શ્ય મુંબઈમાં જોવા મળે છે. આખો દિવસ “ગોવિંદા આલા રે આલા  જરા મટકી સંભાળ બ્રિજબાલા” ના ગીત ગૂંજાય છે. ભારે સંખ્યામાં લોકો આ મટકીફોડનો આનંદ ઉઠાવે છે. મટકી ફોડ પ્રતિયોગિતા માટે ઈનામો પણ રાખવામાં આવે છે. ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે. 

શ્રીકૃષ્ણ માતા દેવકી અને વાસુદેવના પુત્ર છે. જેનો જન્મ મથુરામાં રાત્રે 12 વાગ્યે કારાગૃહમાં થયો હતો.  કૃષ્ણ દેવકીની આઠમી સંતાન હતી જેને કંસ મારી નાખવાનો હતો એ ડરથી વાસુદેવ શ્રીકૃષ્ણને યમુના નદી પાર કરીને કૃષ્ણને બાબા નંદરાય અને  યશોદા  પાસે મૂકી આવ્યા હતા. જે કથા પ્રચલિત છે. 

Leave a reply:

Your email address will not be published.

Site Footer