ભગવાન કૃષ્ણ દ્વારા કહેવામાં આવી આ વાતો વાંચીને થઇ જશો પ્રભાવિત, છઠ્ઠી વાત તમારી જીંદગી બદલી નાખશે

ભગવાન શ્રી કૃષ્ણ એ આપણને ગીતામાં ખુબ સારી વાતો બતાવી છે જેને અપનાવી મનુષ્ય મહાન બની શકે છે અને સફળતાની નવી ઉંચાઈઓને પ્રાપ્ત કરી શકે છે. આજે અમે તમને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા મનુષ્યને શીખવાયેલી અમુક મહત્વપૂર્ણ વાતો વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેને વાંચીને અને સમજીને દુઃખી થી સુખી ઇન્સાન પણ પ્રેરણા મેળવી શકે અને પોતાની મંજિલની તરફ આગળ વધવા લાગશે.

-કોઈ પણ કામ શરૂ કરવા માટે તમારે મોટા આદમી હોવાની જરૂર નથી પણ જો તમારે એક મહાન વ્યક્તિ બનવું છે તો તમારે કંઇક તો શરૂ કરવું જ પડશે.જ્યાં સુધી તમે કોઈ કામની શરૂઆત નહિ કરો ત્યાં સુધી તમે મોટા આદમી બની શકશો નહિ.

-આ સંસારમાં કઈ પણ અસંભવ નથી મિત્રો તમે જે વિચારો છો તે દરેક કામ કરવું સમભાવ છે અને હવે તે પણ વિચારી શકાય છે જે આજ સુધી કર્યું ના હોય. જો તમારે દુનિયાની આ ભીડથી અલગ થઈને કંઇક કરવું છે તો તમારે વિચારવું જ પડશે જે આજ સુધીમાં કોઈએ વિચાર્યું ના હોય.

-આજે તમે કોઈ પણ અવસ્થામાં છો તે બધી તમારી આદતોના કારણે જ છો. તમે તમારું ભવિષ્ય તો નથી બદલી શકતા પણ તમે પોતાની આદતો બદલી શકો છો. અને નિશ્ચિત રૂપથી તમારી આદતોથી તમારું ભવિષ્ય બદલી શકાય છે.

-આપણામાંથી વધારે લોકો પોતાની ધૂનમાં જ રહે છે અને એમાંથી બહાર નીકળવા નથી માંગતા. જયારે પણ આપણને કોઈ અઘરો નિર્ણય લેવાનો હોય છે ત્યારે આપણે તે નિર્ણય લઇ શકતા નથી. પણ જીંદગીમાં અમુક નિર્ણય ખુબ જ અઘરા હોય છે અને તે નિર્ણય હોય છે જે જીંદગીના રૂપ બદલી નાખે છે.

-ભીડ હંમેશા સહેલા રસ્તા પર જ હોય છે અને આપણામાં થી વધારે લોકો આગળ વધવા માટે સહેલો રસ્તો જ પસંદ કરે છે. પણ જરૂરી નથી કે જે રસ્તો સહેલો હોય તે સાચો છે એટલે જ આપણે રસ્તો ખુદ જ પસંદ કરો કારણ કે તમે બીજા કોઈ કરતા વધુ સારી રીતે જાણો છો.

-માણસ ને હંમેશા જ બીજાની ભૂલોથી શીખવું જોઈએ કારણ કે માણસનું જીવન એટલું લાંબુ નથી કે તે બધી ભૂલો પોતે કરી એને શીખી શકે. જયારે તમે ભૂલોથી શીખવા લાગો ત્યારે તમને આગળ વધવાથી કોઈ રોકી શકતું નથી.

-સફળ લોકોમાં અને અસફળ લોકોમાં ફક્ત એક નાનો ફર્ક છે કે સફળ લોકો એમના નિર્ણય થી દુનિયાને બદલી નાખે છે અને અસફળ લોકો દુનિયાથી ડરીને પોતાના નિર્ણય જ બદલી નાખે છે. હવે નિર્ણય તમારી ઉપર છે કે તમે શું બનવા માંગો છો.

-જો તમે તમારી મંજિલની તરફ સફર નક્કી કરી હોય અડધો રસ્તો નક્કી કરી લીધો તો ત્યાંથી પાછા વળવામાં કોઈ ફાયદો નથી. કારણ કે તમને મંજિલ સુધી પહોંચવા માટે પણ એટલી જ સફર નક્કી કરવી પડશે જેટલી અડધે રસ્તેથી પાછળ વળવા માટે કરી હતી.

-આપણે હંમેશા જ આપણા આસપાસના લોકોથી એ સાંભળીએ છીએ કે જીંદગીમાં તમને ઘણા સારા મોકા મળે છે સફળતા પ્રાપ્ત કરવા માટે પણ જરૂરી નથી કે જીંદગીમાં હંમેશા જ આપણને બીજા મોકા મળે તેથી પહેલા મોકાને હાથથી બિલકુલ જવા ન દો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer