શું તમે જાણો છો ભગવાન શ્રી કૃષ્ણને ગોવિંદ શા માટે કહેવામાં આવે છે? જાણો તેની પાછળનું સાચું રહસ્ય 

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા પેજ પર અમે તમારા માટે દરરોજ નવી નવી જાણકારી આપવા આવીએ છીએ જેનાથી તમારા આધ્યાત્મિક જ્ઞાન ની વૃદ્ધી થાય છે અને તમને દરરોજ કંઇક ને કંઇક તો નવી જાણકારી શીખવા મળે છે આજે અમે લઈને આવ્યા છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ નું નામ ગોવિંદ કેમ હતું.

એના વિશે વધારે લોકો ને જ્ઞાન નથી તેથી અમે તમારી સાથે આ વાત કરી રહ્યા છીએ કેમ કે બધા લોકો ને એની સાચી ખબર પડે. ભગવાન શ્રી કૃષ્ણ ને ગાય ની દેખરેખ વાળા પણ કહેવામાં આવે છે એને ગાયો ના ગોવાળ પણ કહેવામાં આવે છે

કારણકે શ્રી કૃષ્ણ બચપણ થી જ ગાય ને ચારવા માટે નદીના કિનારે જતા હતા અને એને કાંસ્ય ખુબ લગાવ હતો જેના કારણે ભગવાન શ્રી કૃષ્ણ ની બાંસુરી નો અવાજ સાંભળીને ગાયો ખુબ દુર દુર થી ભેગી થતી હતી.

આ પ્રેમ અને સ્નેહ ને ગાયોની પ્રતિ જોઇને લોકોનું મન ખુબ જ ખુશ થતું હતું અને તેથી એને આજે પણ ગૌ માતા ની સાથે જ ફોટા માં જોવા મળે છે. કેમ કે ભારત દેશ માં ગાય ને પૂજવામાં આવે છે. તેથી તેને એક માતાનું રૂપ આપવામાં આવ્યું છે.

કામધેનુ ગાયની કથા : એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ ની પાસે એક કામધેનું નામની ગાય સ્વર્ગથી પહોંચી. એ ગાય એ કૃષ્ણ ને કહ્યું કે તે દેવ લોક થી એનો અભિષેક કરવા આવી છે કારણ કે કૃષ્ણ પૃથ્વી પર ગાયોની રક્ષા કરી રહ્યા છે.

એ ગાય એ કૃષ્ણ ને પવિત્ર જળ થી સ્નાન કરાવ્યું અને એને દિલથી શુભેચ્છા પાઠવી. એ સમયે ભગવાન ઇન્દ્ર એમના હાથી એરાવત પર વિરાજમાન થઈને ત્યાથી નીકળા અને એમણે શ્રી કૃષ્ણ ને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તમારા આ પુણ્ય કામો માટે પુરા વિશ્વ ના લોકો તમને ગોવિંદ ના નામથી ઓળખશે.

આથી  ભગવાન શ્રીકૃષ્ણ ને ત્યારથી ભગવાન ઇન્દ્ર એ ગોવિંદ નામ પાડ્યું હતું. ત્યાર પછી શ્રી કૃષ્ણ નું બીજું નામ ગોવિંદ જાહેર થઇ ગયું હતું. તો દોસ્તો આ હતી ભગવાન શ્રી કૃષ્ણ ની ગોવિંદ નામ પડવાની કથા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer