મહાભારતના ૧૮ દિવસના યુધ્ધમાં દ્રોપતીની ઉંમર ૮૦ વર્ષ જેટલી કરી દીધી હતી. શારીરિક અને માનસિક સ્થિતિથી દ્રોપતી ખુબજ નાજુક થઇ ગઈ હતી. તેણી આંખોની નીચે કાળા કુંડાળા થઇ ગયા હતા. યુદ્ધની પહેલા બધામાં પ્રતિશોધની જ્વાળા છલકી રહી હતી. અને ત્યાર પછી દરેકની આંખોમાં પશ્ચાતાપના આંસુઓ હતા. કુરુક્ષેત્રમાં ચારે બાજુ લાશો પડેલી હતી અને તેના અગ્નિ સંસ્કાર માટે કોઈજ ત્યાં ઉપલબ્ધ ના હતું.
આખા શહેરમાં એકલ દોકલ મર્દ વધ્યા હતા અને ચારે બાજુ સફેદ કપડા પહેરેલી મહિલાઓ અને રડતા બાળકો દેખાઈ રહ્યા હતા. દ્રોપદી રડતા રડતા શ્રી કૃષ્ણ પાસે ગઈ ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે દ્રોપદી તારો પ્રતિશોધ સમાપ્ત થયો, ફક્ત કૌરવોજ નહિ આખા હસ્તિનાપુરના લોકો નું મૃત્યુ થયું. શ્રી કૃષ્ણએ કહ્યું કે આપણા બોલેલા શબ્દોજ આપણા કર્મોનું ફળ આપે છે. જો તે કૌરવોને સભામાં અપમાનિત ના કર્યા હોત તો ક્યારેય તારું ચીર હરણ ના થયું હોત. જો પાંડવો કૌરવો સાથે યુદ્ધની ઈચ્છા જાહેર ના કરી હોત તો ક્યારેય આવો સમય ના આવ્યો હોત. શ્રી કૃષ્ણ આપણને સમજવાની કોશિશ કરી રહ્યા છે કે હંમેશા બોલતા પહેલા તેના પરિણામ વિશે વિચારી લેવું જોઈએ.