ગુજરાત ની પાવન ધરતી ઉપર અનેક દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. જેમાં અમુક મંદિરો માત્ર ભારત દેશમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે. એમાંનું એક છે દ્વારકા ની અંદર આવેલું ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ તો મથુરા ની અંદર થયો હતો પરંતુ, તેણે ગુજરાતની ધરતીને પોતાની કર્મભૂમિ બનાવી હતી અને દ્વારકા ની અંદર પોતાના નગરની સ્થાપના કરી હતી.
પરંતુ શું તમે લોકો જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી નું મંદિર પણ ગુજરાતની અંદર જ આવેલું છે. જી હા મિત્રો ભગવાન શ્રીકૃષ્ણનાં કુળદેવી નું મંદિર ગુજરાતના પોરબંદર જીલ્લાની અંદર આવેલું છે. ગુજરાતના પોરબંદર જિલ્લાની અંદર આવેલા હરસિધ્ધિ માતાના મંદિરને દરેક લોકો ઓળખતા હશે. હરસિધ્ધિ માતા ના મંદિર વર્ષોથી ભક્તિનું કેન્દ્ર રહ્યું છે અને તેની પાછળ પણ અનેક પ્રકારના રહસ્ય છુપાયેલા છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે હરસિધ્ધિ માતા એ હકીકતમાં ભગવાન શ્રીકૃષ્ણનાં કુળદેવી હતા.
હરસિધ્ધિ માતા નું મંદિર પોરબંદર જિલ્લાના કોયલા ડુંગર ઉપર આવેલું છે અને આ મંદિર પાછળ પણ એક રોચક ઈતિહાસ છુપાયેલો છે. ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે દ્વારકા ઉપર રાજ કરી રહ્યા હતા ત્યારે એક રાક્ષસ દ્વારા દ્વારકા ઉપર ચડાઈ કરવામાં આવી હતી. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ માટે તથા દ્વારકાની પ્રજા માટે એ રાક્ષસ એક મુસીબત રૂપ બની ગયો હતો. આવા સમયે ભગવાન શ્રીકૃષ્ણએ આ રાક્ષસ થી છુટકારો મેળવવા માટે પોતાના કુળદેવી માતા હરસિધ્ધી ની આરાધના કરી અને તેના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.આમ કરવા માટે તેણે પોરબંદર જિલ્લાના આ કોયલા ડુંગર ઉપર અંદાજે છ મહિના સુધી માતા હરસિધ્ધિ ની આરાધના કરી અને કઠોર તપ કર્યું.
ભગવાન શ્રીકૃષ્ણના કઠોર તપ ના કારણે માતા હરસિધ્ધી તેના ઉપર પ્રસન્ન થયા અને તે જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે સ્વયં હરસિધ્ધિ માતા ઉત્પન્ન થયા અને ભગવાન શ્રીકૃષ્ણ અને આશીર્વાદ આપ્યા કે, સમગ્ર વિશ્વની દરેક શક્તિ ભગવાન શ્રીકૃષ્ણની સાથે છે અને તે કોઈપણ પ્રકારના રાક્ષસને હણી શકવા માટે સક્ષમ બની ગયા છે.માતા પાસેથી આશીર્વાદ મેળવી ભગવાન શ્રી કૃષ્ણે રાક્ષસ સાથે યુદ્ધ કર્યું અને તેણે રાક્ષસનો વધ કરવામાં સફળતા મેળવી. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ આ ડુંગર ઉપર માતા હરસિધ્ધી નું એક ભવ્ય મંદિર બનાવ્યું અને ત્યારથી લઈને અત્યાર સુધી દરેક લોકો માતા ના આ મંદિરમાં ભક્તિભાવથી દર્શન કરવા માટે જાય છે. એટલું જ નહીં પરંતુ આ મંદિર અંગે એક એવી માન્યતા પણ રહેલી છે કે જો કોઈ પણ વ્યક્તિ વેપાર-ધંધા માટે દરિયાઈ માર્ગે આ જ મંદિરની નજીકથી નીકળે છે. તો તેને દરિયામાં એક શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરવી પડે છે જેથી કરીને તેની યાત્રા સફળ થાય છે.
આમ બંદર પોરબંદર જિલ્લાની અંદર આવેલા માતા હરસિધ્ધિ નું મંદિર એ દરેક ભક્તો માટે તો આસ્થાનું કેન્દ્ર છે. પણ સાથે સાથે આ મંદિર સાથે એક હજારો વર્ષ જૂનો ઈતિહાસ પણ છુપાયેલો છે અને આ માતાએ ભગવાન શ્રીકૃષ્ણનાં કુળદેવી માતા છે.