જાણો ભારતમાં આવેલા ભગવાન શ્રી કૃષ્ણના પ્રસિદ્ધ મંદિરો વિશે

દેશમાં આવેલા દરેક કૃષ્ણ મંદિરની એક ખાસ કથા છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી કૃષ્ણના અનેક મંદિરો આવેલા છે. ચલોલ જાણીએ તેના વિશે.

૧. બેટ દ્વારકા : દ્વારકા નજીક આવેલું બેટ દ્વારકા મંદિર પર સૌથી પ્રાચિન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, કૃષ્ણ ભગવાને અહીં પોતાના બેસ્ટ ફ્રેન્ડ સુદામાને અહીં એક ભેટ આપી હતી. તેથી આ સ્થાનને ભેટ દ્વારકા પણ કહે છે. જોકે, ચોતરફ દરિયો અને વચ્ચે મંદિર આવેલું હોવાથી અહીં ગુજરાતમાં તેને બેટદ્વારકા પણ કહેવાય છે. આજે પણ બેટદ્વારકામાં ચોખાનું દાન કરવામાં આવે છે. કારણ કે સુદામાના તાંદુલ ખાઈને જ કૃષ્ણ તેમની ગરીબી દૂર કરી હતી.

૨. શામળીયા શેઠ, રાજસ્થાન : જે વેપારીઓને પોતાના ધંધા રોજગારમાં મુશ્કેલીઓ પડે છે. તેઓ આ મંદિરે આવીને ભગવાનને પોતાના પાર્ટનર બનાવે છે. રાજસ્થાનના ચિત્તોડગઢમાં શામળીયા શેઠનું મંદિર આવેલું છે. આ મંદિરને મીરાના ગિરધરનું મંદિર માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર શામળીયા શેઠ જ મીરાના નાથ હતા.

૩. ગુરુવયુર મંદિર : પીએમ મોદી જ્યારે કેરળની મુલાકાતે ગયા હતા ત્યારે તેઓ જે મંદિરે ગયા હતા તે ગુરુવયુર મંદિરમાં આજે પણ કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. અહીં ભગવાનના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. અહીં ભક્તોને પ્રસાદી રૂપે બે વખત જમાવાનું આપવામાં આવે છે

૪. દ્વારકાધીશ મંદિર, ગુજરાત : ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલું દ્વારકાધીશનું મંદિર દેશભરમાં જાણીતું છે. આ મંદિર ચાર ધામ પૈકીનું એક મંદિર છે. દ્વારકા નગરને પશ્ચિમ ધામ પણ કહેવામાં આવે છે. ગોમતીનદીના કિનારે આવેલા આ મંદિરમાં ધામધૂમથી કૃષ્ણજન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ મંદિર એક હેરટેજ સાઈટ ઓફ ગુજરાત તરીકે પણ જાણીતું છે.

૫. બાકે બિહારી, વૃંદાવન. યુપી : ભગવાન શ્રીકૃષ્ણનું બચપન વૃંદાવનમાં પસાર થયું છે. આ મંદિર સૌથી પ્રાચીન અને જાણીતું છે. તેમને બાકેબિહારી લાલ પણ કહેવામાં આવે છે. ભગવાનના નામ પરથી જ આ મંદિરનું નામ બાકિ બિહારી ટેમ્પલ પડ્યું છે. જન્માષ્ટમીના દિવસે અહીં રાત્રીના 2 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રાખવામાં આવે છે. વર્ષમાં એક જ વખત જન્માષ્ટમીના દિવસે મંગળા આરતી કરવામાં આવે છે. ભગવાનનો જન્મ થયા બાદ અહીં રમકડા અને કપડાનું વિતરણ કરવામાં આવે છે.

૬. દ્વારકાધીશ મંદિર, મથુરા : મથુરામાં આવેલું દ્વારકાધીશ મંદિર પર સૌથી જાણીતું મંદિર છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણની કાળા રંગની પ્રતીમાનું પૂજન કરવામાં આવે છે. આ મંદિરની વાસ્તુકલા પણ એટલી જ પ્રાચીન છે જેટલું આ મંદિર જૂનું છે. જન્માષ્ટમીના દિવસ આ મંદિરમાં ખૂબ જ ભીડ જોવા મળે છે.

૭. કૃષ્ણમઠ ઉડુપી : કર્ણાટક રાજ્યમાં આવેલું આ મંદિર પ્રવાસીઓની પહેલી પસંદ છે. આ મંદિરની કલાકોતરણી દક્ષિણ ભારતની કલા સંસ્કૃતિઓની ઝાઁખી કરાવે છે. બારમાં આવેલા નવ છીદ્રોમાંથી અહીં કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આખું મંદિર ફૂલ અને લાઈટ્સની મદદથી ડ઼ેકોરેટ કરવામાં આવે છે. તહેવારના દિવસોમાં દર્શન કરવા માટે ત્રણથી ચાર કલાકનો સમય લાગે છે.

૮. જગન્નાથપુરી, ઓડિશા : અહીં ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે સ્થાયી થયેલા છે. જન્માષ્ટમીના દિવસે પણ અહીં એક ખાસ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. દુનિયભરમાંથી શ્રદ્ઘાળુઓ આ રથ ખેંચવા માટે આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer