ભગવાન શ્રી કૃષ્ણ પછી તેના સુદર્શન ચક્ર નું શું થયું અને હવે તે ક્યાં છે જાણો

સુદર્શન ચક્રને પોરાણિક કાળમાં વિરોધી સામે ફેકવામાં આવતું તો તે તેના બઘા વારને નિષ્ફળ કરી દેતું હતું અને પોતાનું કામ પૂરું કર્યા પછી જ આવતું હતું. તો આજ વાત કરવાના છીએ કે મહાભારત પછી સુદર્શન ચક્રનું શું થયું અને તે અત્યારે ક્યાં છે. આમતો સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુ નું અસ્ત્ર હતું. અને તેના નિર્માણની અનેક માન્યતાઓ  આપણા પુરાણોમાં છે. શિવપુરાણ અનુસાર શુદર્શન ચક્રનું નિર્માણ ભગવાન શિવે કર્યું હતું. અને આજ ભગવાન વિષ્ણુને સ્રુષ્ટિ સંચાલનના કાર્ય માટે અન્ય પૂરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે શુદર્શન ચક્રનું નિર્માણ વિશ્વકર્માએ કર્યું હતું સુર્યની રાખથી તેને ત્રણ વસ્તુનું નિર્માણ કર્યું હતું. પુષ્પક વિમાન, ત્રિશુલ, અને સુદર્શનચક્ર.

જયારે ઋગ્વેદમાં સુદર્શનચક્રનું વર્ણન કઈક અલગ જ કરવામાં આવ્યું છે. તેમાં સુદર્શન ચક્રને સમયનું ચક્ર કહેવામાં આવ્યું છે. કે તે કોઈપણ સમયને બાંધી શકે છે. સુદર્શનચક્રથી જ  ભગવાન વિષ્ણુ એ માતા સતીના પાર્થિવ શરીરના ૫૧ ભાગ કર્યા હતા મહાભારત કાળમાં પણ શ્રી કૃષ્ણે સુદર્શનચક્રથી શિશુપાલનો વધ કર્યો હતો. મહાભારતમાં જયારે અર્જુનએ જયદ્રથને સુરજ ઢળે તે પહેલા મારવાનું વચન લીધું હતું ત્યારે શ્રીકૃષ્ણએ સુદર્શનચક્રથી જ સૂર્યને ઢાંકી દીધો હતો.  

પણ તેના પછી સુદર્શનચક્રનુ કોઈ વર્ણન નથી જોવા મળ્યું જયારે શ્રીકૃષ્ણ એ દેહનો ત્યાગ કર્યો ત્યારે સુદર્શનચક્રનું શું થયું તેનો જવાબ આપણને ભવિષ્ય પુરાણમાં મળે છે. જેમાં બતાવ્યું છે કે સુદર્શનચક્રને ભગવાન વિષ્ણુ કે તેના આવતર સિવાય ના કોઈ ધારણ કરી શકશે કે ના ચલાવી શકશે. જયારે શ્રીકૃષ્ણએ દેહ ત્યાગ કર્યો ત્યારે સુદર્શનચક્રપણ જમીનમાં સમાઈ ગયું અને ભવિષ્યમાં જયારે કલ્કી અવતાર જન્મ લેશે ત્યારે જ સુદર્શનચક્રને ગ્રહણ કરશે. 

કળયુગના અંતના સમયે જયારે પાપો તેની ચરમ સીમાં પાર હશે ત્યારે ભગવાન પરશુરામ અને ભગવાન હનુમાન કલ્કી અવતારની સાથે આવશે અને પરીક્ષણ દેશે ત્યારે યુદ્ધમાં કલ્કી અવતાર સુદર્શનચક્રને ધારણ કરી તેનો ઉપયોગ કરશે પણ આપણે ઋગ્વેદમાં સુદર્શનચક્રનું વર્ણન કરીએ તો આપણે જે સમજીએ છીએ તેવું નથી સુદર્શનચક્ર સમયના ચક્રને કહેવામાં આવ્યું છે. તેનો જ ઉપયોગ ભગાવાન વિષ્ણુ સમયના અંતરાલે ઉપયોગ કરી તે કોઈપણ વિરોધીને શક્તિહીન કરીદેતા હતા.

મહાભારતમાં પણ જયારે શ્રી કૃષણએ અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું ત્યારે સુદર્શન ચક્રના ઉપયોગથી જ સમયને રોકી દીધો હતો. અને તે રોકેલા સમયમાં જ તેમણે અર્જુનને ભગવદ ગીતાનું પૂરું જ્ઞાન આપ્યું હતું, જો આપણે ઋગ્વેદના જ્ઞાનથી સમજીએ તો સુદર્શનચક્ર ભોતિક અસ્ત્ર હતું જ નહિ જે કોઈ બીજું પણ ધારણ કરી શકે શ્રુષ્ટિના સંચાલક વિષ્ણુના અવેધ ગુણ છે. જે હમેશા તેની અને તેના અવતારો સાથે રહેશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer