જાણો અહી ભગવાન શ્રી રામ અને તેના ભાઈઓ નો જન્મ અને તેની અદભુદ કથા

આજે અમે જણાવીશું રામલીલાનું એક નવું રૂપ અને રામાયણના થોડા અનોખા પ્રસંગ વિશે. આ ક્ર્મમાં આવો સૌથી પહેલા ભગવાન રામના જ્ન્મ સાથે સંકળાયેલી અદભુત કથા જાણીએ. રામાયણમાં ભગવાન રામ અને તેના ત્રણ ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો ઉલ્લેખ ઘણી જ્ગ્યા મળે છે પણ તેની બહેનનો ઉલ્લેખ ઓછો જોવા મળે છે. ભાગવતમાં ભગવાન રામના અવતાર લેવાના સંદર્ભેમાં તેની બેનનો પણ ઉલ્લેખ કરેલ છે.

રાજા દશરથ અને તેમની ત્રણ રાણીઓ આ વાત ને લઈને ચિંતિત રહેતી હતી કે પુત્ર ન થતાં ઉતરાધિકારી કોણ બનશે ? એમની ચિંતા દૂર કરવા માટે ઋષિ વશિષ્ટએ  સલાહ આપે છે કે તમે તમારા જમાઈ ઋંગ ઋષિથી પુત્રેષ્ટિ યજ્ઞ કરાવો આથી પુત્રની પ્રાપ્તિ થશે.ઋંગ ઋષિના લગ્ન રાજા દશરથની દીકરી શાંતા સાથે થયા હતા. રાજા દશરથે તેમની પુત્રીને રાજા રોમપાદ પાસેથી ખોળે બેસાડેલી હતી. શાંતાના કહેવા પર ઋંગ ઋષિ રાજા દશરથ માટે પુત્ર્ષ્ટિ યજ્ઞ કરવા તૈયાર થયાં.

એનું કારણ એ હતું કે યજ્ઞ કરતાનો જીવન ભરનો પુણ્ય આ યજ્ઞની આહુતિમાં નષ્ટ થઈ જશે. રાજા દશરથે ઋંગ ઋષિને યજ્ઞ કરવાના બદલે ખૂબ ધન આપ્યું જેથી તેના પુત્ર અને ક્ન્યાનું ભરણ પોષણ થયું અને યજ્ઞથી પ્રાપ્ત ખીરથી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો જ્ન્મ થયો. ઋંગ ઋષિ ફરીથી પુણ્ય અર્જિત કરવા માટે વનમાં જઈને તપ્સ્યા કરવા લાગ્યા. આમ આ રીતે થયો હતો ભગવાન શ્રી રામ નો જન્મ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer