આખરે શા માટે ભગવાન શિવે શ્રી રામની સહનશીલતાની લીધી હતી પરીક્ષા?

મિત્રો આ કથા એ સમય ની છે જયારે રામ લંકા વિજય પછી સીતા સહીત અયોધ્યા પાછા આવી ગયા હતા. શ્રી રામ એ અયોધ્યાવાસીઓ ના કલ્યાણ માટે એક યજ્ઞ નું આયોજન કરાવ્યું. અને યજ્ઞ સમાપ્ત પર બ્રાહ્મણો ને ભોજનનું આયોજન કરાવ્યું. એ ભોજન માં ભગવાન ભોલેનાથ પણ વેશ બદલીને આવી ગયા.

શ્રી રામ બ્રાહ્મણ રૂપી શિવજી એ ભોજન ગ્રહણ કરવાનો આગ્રહ કર્યો. શિવજી બ્રાહ્મણ વેશમાં ભોજન કરવા બેસી ગયા. પરંતુ સંસાર ની ક્ષુધા શાંત કરવા ભોલેનાથ ની ક્ષુધા કોણ શાંત કરી શકતું હતું. ભોલેનાથ તો અહિયાં શ્રીરામ ની પરીક્ષા લેવા આવ્યા હતા. તેથી એના બધા ભંડાર સમાપ્ત થઇ ગયા પરંતુ બ્રાહ્મણ નું પેટ ભરાયું નહિ. લક્ષ્મણ અને હનુમાન ને સમજમાં ન આવી રહ્યું હતું કે શું કરવું જોઈએ, બ્રાહ્મણને ભરપુર પેટ ભોજન ન કરાવવું અપમાન ની વાત હતી.

લક્ષ્મણ એ સંપૂર્ણ ઘટના શ્રી રામ ને કીધી. ત્યારે શ્રી રામ એ સીતા માતા ને બોલાવ્યા અને એને પૂરી વાત કીધી. સીતા માતા સ્વયં શિવજી ને ભોજન પરોસવા લાગ્યા. અને શિવજી નું રક જ ગ્રાસ માં પેટ ભરાઈ ગયું. ભોજન કરવાને કારણે શિવજી એ કહ્યું વધારે ભોજન કરવાને લીધે હું ઉઠી શકતો નથી. છેલ્લે મને ઉઠાવીને શૈય્યા પર સુવડાવી દો. પરંતુ પર્વત ને ઉઠાવવા વાળા હનુમાનજી એને ટસ થી મસ કરી શક્યા નહિ.

લક્ષ્મણ સમજી ગયા કે આ કોઈ સામાન્ય મનુષ્ય નથી હોઈ શકતા. એમણે ત્રણેય ત્રીદેવો ને યાદ કરીને શિવજી ને એક શૈય્યા ઓઅર સુવડાવી દીધા. પછી શિવજી એ શ્રી રામ ને કહ્યું હું ખુબ દુરથી અહિયાં આવ્યો છું મને પગમાં દુખાવો થઇ રહ્યો છે. ત્યારે શ્રી રામ, લક્ષ્મણ અને હનુમાન એના પગ દબાવવા લાગ્યા. ભોલેનાથ એ સીતા માતા ને પાણી લાવવા નું કહ્યું અને પાણી અડધું પી ને એના પર કોગળો કરી દીધો. સીતા માતા એ કહ્યું કે બ્રાહ્મણ તમે તમારા ખોટાથી મને પવિત્ર કરી દીધી. જેવા જ સીતા માતા બ્રાહ્મણ ના પગ સ્પર્શ કરવા પાસે પહોંચ્યા ત્યારે મહાદેવ શિવ એમના અસલી રૂપમાં બધાની સામે પ્રકટ થઇ ગયા. ભગવાન શિવ પ્રસન્ન થઈને શ્રી રામ ને એમના ગળે લગાવીને કહ્યું કે તમને બધા મારી પરીક્ષા માં પાસ થઇ ગયા છો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer