કહેવામાં આવે છે કે જે ઘરમાં કલેશ હોય છે, ત્યાં લક્ષ્મીનો વાસ નથી હોતો. દરેકને પોતાના ગૃહસ્થ જીવનમાં સુખ અને શાંતિની ઈચ્છા હોય છે. ઘર અને જીવનની ખુશાલી જ વ્યક્તિના જીવનમાં પ્રગતીના રસ્તા ઉપર લઇ જાય છે. પરિવારમાં પ્રાપ્ત કલેશ એટલે કે કજિયાથી વ્યક્તિનું જીવન તકલીફોથી ભરાઈ જાય છે.
ગૃહ કલેશથી બચવા કે તેને ઓછો કરવા માટે જ્યોતિષ અને વાસ્તુના આધારે ઘણા પ્રકારના ઉપાય જણાવવામાં આવ્યા છે. અમે આગળ તમને એવા જ થોડા ઉપાય જણાવી રહ્યા છીએ, જેના ઉપયોગથી તમારું જીવન સુખમય અને આનંદમય બનાવી શકાય છે.
તમે કઈ દિશામાં માથું અને પગ રાખીને સુવો છો? તે ગૃહ કલેશમાં ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે. ગૃહ કલેશ માંથી મુક્તિ માટે રાત્રે સુતા સમયે પૂર્વ તરફ માથું રાખીને સુવો. તેનાથી તમને તણાવ માંથી રાહત મળશે. એમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
હનુમાનજીની નિયમિત રીતે કરવામાં આવેલી ઉપાસના તમને તમામ પ્રકારે સંકટ અને ગૃહ કલેશથી દુર રાખે છે. જો કોઈ મહિલા ગૃહ કલેશથી દુ:ખી છે, તો ભોજપત્ર ઉપર લાલ કલમથી પતિનું નામ લખીને અને ‘હં હનુમંતે નમઃ’ ના ૨૧ વખત ઉચ્ચારણ કરતા કરતા તે પત્રને ઘરના કોઈ ખૂણામાં મૂકી દો.
તે ઉપરાંત 11 મંગળવાર નિયમિત રીતે હનુમાનજીના મંદિરમાં ચોલા ચડાવો અને સિંદુર ચડાવો. એમ કરવાથી તકલીફો માંથી રાહત પ્રાપ્ત થશે. દરરોજ સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડા પહેરીને મંદિર કે ઘરમાં શિવલિંગ સામે બેસીને શિવ ઉપાસના કરો. તમે
ૐ नम: सम्भवाय च मयो भवाय च नम:।
शंकराय च नम: शिवाय च शिवतराय च:।।’
મંત્રના ૧૦૮ વખત ઉચ્ચારણ કરી શકો છો. ત્યાર પછી તમે શિવલિંગ ઉપર જલાભિષેક કરો. એવું નિયમિત કરવાથી પતિ પત્નીના લગ્ન જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. જો કોઈ ઘરમાં પતિ પત્ની કે બાપ દીકરા વચ્ચે ઝગડો છે કે કોઈ પણ વાત ઉપર ઝઘડો ચાલી રહ્યો છે, તો તેમાં ગણેશ ઉપાસના ફાયદાકારક રહેશે.
લગ્ન જીવનને સુખી બનાવવા માટે તમે બુંદીના લાડુનો ભોગ લગાવીને દરરોજ શ્રી ગણેશજી અને શક્તિની ઉપાસના કરો. કીડીઓના દર પાસે ખાંડ કે લોટ અને ખાંડ ભેળવીને નાખવાથી ગૃહસ્થની સમસ્યાઓનું નિવારણ થાય છે. એવું નિયમિત ૪૦ દિવસ સુધી કરો.
ધ્યાન રાખો આ પ્રક્રિયામાં કોઈ કચાશ ન રહે. એક સુર્યમુખીના ફૂલ ઉપર કુમકુમ લગાવીને તેને કોઈ દેવ સ્થાનમાં મૂર્તિ સામે રાખી દો. એમ કરવાથી સંબંધોમાં આવેલા તણાવ અને મતભેદ દુર થાય છે. સાથે જ નાની કન્યાને શુક્રવારે ગળી વસ્તુ ખવરાવવા અને ભેંટ કરવાથી તમારી તકલીફોનું નિવારણ થાય છે.
ઘરમાં રહેલા કલેહ કલેશને ઓછો કરવા માટે પતિ પત્નીએ રાત્રે સુતા સમયે તમારા ઓશિકામાં સિંદુરની એક પડીકી રાખો. સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સિંદુરની પડીકી ઘર માંથી બહાર ફેંકી દો અને કપૂર કાઢીને તમારા રૂમમાં સળગાવી દો. એમ કરવાથી લાભ થશે.
સાસરીયામાં સુખી રહેવા માટે કન્યા પોતાના પોતાના હાથમાં હળદરની પાંચ આખી ગાંઠ, પિત્તળનો એક ટુકડો અને થોડો ગોળ સાસરિયાની દિશા તરફ ફેંકી દો. આમ કરવાથી સાસરિય દ્વારા સુખ અને શાંતિનો વાસ રહે છે. પતિ પત્ની વચ્ચે પ્રેમ સંબંધ જળવાઈ રહે છે.
ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુ પરિવારના સભ્યો વચ્ચે સબંધો ઉપર અસર પડે છે. તમામ વસ્તુ જુદી જુદી સકારાત્મક અને નકારાત્મક બન્ને પ્રકારની ઉર્જા હોય છે. વાસ્તુ મુજબ જણાવવામાં આવેલી વસ્તુ યોગ્ય જગ્યાએ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધુ સક્રિય રહે છે.
સામાન્ય રીએ લગ્ન પછી પતિ પત્ની વચ્ચે નાના નાના ઝગડા થતા રહે છે, પરંતુ ઘણી વખત આ નાના ઝગડાને કારણે બન્નેના જીવન ઉપર ખરાબ અસર પડે છે. તેવામાં માનસિક તનાવ વધવા લાગે છે અને લગ્ન જીવનમાં ખટાશ વધી જાય છે. તેનાથી બચવા માટે વાસ્તુ અને જ્યોતિષમાં ઘણા સચોટ ઉપાય જણાવવામાં આવ્યા છે.
શાસ્ત્રો મુજબ શ્રીગણેશને પરિવારના દેવતા માનવામાં આવ્યા છે. શ્રીગણેશજીની આરાધનાથી પરિવારની સુખ સમૃદ્ધી અને પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે. તેને કારણે પ્રથમ પૂજ્ય ગણેશજીની મૂર્તિ ઘરમાં રાખવામાં આવે છે. શ્રીગણેશજીની ચાંદીની મૂર્તિ ઘરમાં રાખવાથી પતિ પત્ની વચ્ચે ઝગડા થતા નથી અને પ્રેમ વધતો રહે છે.