શું તમારા ઘરમાં પણ નળમાંથી પાણી ટપકે છે ?? તો જાણો તેની નેગેટીવ અસર અને તેના ઉપાય વિષે

ઘણી વાર આપણે ઘરની ઘણી ચીજોથી અજાણ હોઈએ છીએ. પરંતુ, તે આપણા સ્વાસ્થ્યની સાથે સાથે નાણાં પર પણ સીધી અસર કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં સંપત્તિના સંગ્રહ, વૈવાહિક જીવન સંબંધિત સમસ્યાઓ અને પ્રગતિ માટેનાં પગલાંનો ઉલ્લેખ છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરના કોઈ પણ ભાગમાં નળ ટપકતી હોય તો વહેલી તકે તેની મરામત કરવી જોઈએ. ઘરમાં ટપકતી નળને અશુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ટપકતી નળ એ આર્થિક નુકસાનની સાથે રોગનું સૂચક છે.

વાસ્તુનું આપણા જીવનમાં એક અલગ જ સ્થાન છે. અને ક્યારેય પણ નાની નાની વાતોને નજર અંદાજ ના કરવી જોઈએ કારણકે ઘરમાં થઇ રહેલી નાની મોટી ઘટનાઓ માં ઘણા બધા સંકેતો દર્શાવે છે. અને એ સંકેતો

સારા અને ખરાબ બંને હોઈ શકે ઘણી વાર આવા સંકેતો ગરીબીના પણ હોઈ શકે છે, અને આવા સંકેતો ધ્યાનમાં રાખવા ખુબજ જરૂરી છે. વાસ્તુ શાસ્ત્રમાં પાણીની બરબાદીને ગરીબીનું કારણ જાણવામાં આવેલ છે. અને એ પણ કહેવામાં આવેલ છે કે જે ઘરમાં પાણીનો ખોટી રીતે ઉપયોગ થતો હોય, ત્યાં માતા લક્ષ્મી નિવાસ નથી કરતા.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે ઘરમાં લગાવેલ નળ માંથી એકધારું પાણી ટપકતું હોય અને શીળ રહેતી હોય ત્યાં હંમેશા ધનનો અભાવ રહે છે. શાસ્ત્રો અનુસાર નળ માંથી એકધારું પાણી પડવાના અવાજથી ઘરમાં નકારાત્મક અસર પડે છે. ધનની બરબાદી રોકવા માટે સમયસર નળને રીપેર કરવી લેવો જોઈએ. જો એવું ના કરવામાં આવે તો ખુબજ જલ્દી ઘરમાં ગરીબી આવવા લાગે છે.

ઘણા લોકોને રાત્રે નાહવાની આદત હોય છે પરંતુ શાસ્ત્રોમાં રાત્રી સ્નાનને વર્જિત માનવામાં આવે છે. જે વ્યક્તિ રાત્રે સ્નાન કરે છે તેના ઘરે હંમેશા ધનનો અભાવ રહે છે. અને ગરીબી તેનો પીછો નથી છોડતી.

આજકાલ લોકો પોતાના ઘરમાં નકલી સજાવટના ફૂલો રાખતા હોય છે. જેણે વાસ્તુ માં શુભ નથી માનવામાં આવતા. ઘરમાં સજાવટ માટે નકલી ફૂલોની જગ્યાએ અસલી ફૂલો રાખવા જોઈએ.

જયારે વારંવાર ઘરમાં ઇલેક્ટ્રિક સામાન ખરાબ થવા લાગે ત્યારે સમજવું કે તમારા ઉપર રહું ગ્રહની છાયા છે. તેથી ખુબજ જલ્દી ખરાબ થઇ ગયેલી ઇલેક્ટ્રિક વસ્તુ સારી કરવી લેવી જોઈએ નહીતો ઘરમાં નકારાત્મક ઉર્જા વધતી જ જાય છે.

જયારે જયારે આગળ જણાવ્યા પ્રમાણે આ પ્રકારના વિવિધ સંકેતો દર્શાવા લાગે ત્યારે સમજી જવું કે ઘરમાં વાસ્તુ દોષની અસર ચાલી રહી છે અને જો એવું જ થઇ રહ્યું હોય તો અહી જણાવ્યા મુજબ ના ઉપાયો તરત જ કરી લેવા જોઈએ. જેથી કરીને ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે અને સાથે સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ જળવાઈ રહે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer