આ ઉપાય થી તમારી માંસ પેશીઓ બની જશે લોખંડથી પણ વધારે મજબુત

આજનાં વ્યસ્ત જીવનમાં આપણે પોતાની ઉપર જ ધ્યાન નથી આપી શકતા અને જો ઇચ્છીએ, તો પણ યોગ્ય માહિતીનાં અભાવે પોતાનું જ નુકસાન કરી બેસીએ છીએ. આજ-કલ ટીવી પર જાત-જાતની જાહેરાતો આવે છે કે જેમાં આપને પોતાની માંસપેશીઓને મજબૂત બનાવવાની દવાઓ વેચવામાં આવી રહી છે. પછી ભલે તે દવાઓ કેવી પણ કેમ ન હોય અને આ દવાઓ કેટલી નુકસાનકારક હોય છે, તે આપે ક્યારેય વિચાર્યું છે? તેથી આજે અમે આપને મસલ્સ બનાવાની કેટલીક એવી રીતો જણાવીશું કે જે આપ ઓછા ખર્ચે અને ઘરે જ અજમાવી શકો છો.

માંસપેશીઓને મજબૂત બનાવવા માટે સૌપ્રથમ પોતાની કૅલોરીની માત્રા વધારો, કારણ કે જ્યારે આપ કસરત કરશો, ત્યારે તેના માટે આપને કૅલોરીની જરૂર પડશે. ધ્યાન રાખો કે આપને જેટલી કૅલોરની જરૂર હોય, તેનાથી વધુ કૅલોરી ન ખાવો અને કોઇક સારા આરોગ્ય સલાહકાર સાથે વાત કરો.સવારે એક્સરસાઇઝ કરવાના ઘણા ફાયદાઓ હોય છે. જ્યારે આપ સવારે ભૂખ્યા પેટે કસરત કરો છો, ત્યારે તે આપની માંસપેશીઓને વધુ મજબૂત બનાવે છે.

જ્યારે આપને પોતાની માંસપેશીઓને મજબૂત બનાવવાનું હોય, તો આપે તેવું ભોજન પણ લેવું પડશે કે જે આપના શરીરને તાકાત આપે, કારણ કે આપ એક્સરસાઇઝ કરી રહ્યા છો, તેથી આપે એવું ભોજન ખાવું જોઇએ કે જેમાં વધુ પોષક તત્વો મોજૂદ હોય.બહુ બધુ પાણી પીવો. પોતાના શરીરમાં પાણીની ઉણપ ન થવા દો. દિવસમાં ઓછામાં ઓછું 10થી 20 ગ્લાસ પાણી પીવો.

પલાઠી વાળી બેસવું માંસપેશીઓને મજબૂત બનાવવામાં ખૂબ સહાયક છે, પરંતુ જો આપ ખોટી રીતે બેસશો, તો આપના ઘુંટણમાં સમસ્યાઓ પેદા થઈ શકે છે.

ડેડલિફ્ટ્સ માંસપેશીઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમાં રોજ વજન ઉપાડવામાં આવે છે. માંસપેશીઓ મજબૂત બનાવવામાં વજન ઉપાડવું ખૂબ જરૂરી છે.

માંસપેશીના નિર્માણ અને મરામત માટે પ્રોટીન ખૂબ જરૂરી હોય છે. જિમ જતા લોકોને માંસપેશીઓની વધુ કસરત કરવી પડે છે. તેને ધ્યાનમાં રાખતા પ્રોટીન વધુ લેવું જોઇએ. ઇંડા, ચિકન, માછલી, સ્પ્રાઉટ્સ તથા દાળ વિગેરેનું સેવન કરો. સપ્લિમેંટ વિગેરે કરતા સારૂ છે કે પ્રાકૃતિક સ્રોતોનું સેવન કરો. પુરતા પ્રમાણમાં પાણી પીવો. આ સાથે જ નાળિયેરનું પાણી પણ ફાયદાકારક છે.

કાર્બોહાઇડ્રેટ તથા પ્રોટીન માંસપેશીઓની મજબૂતી માટે સારા હોય છે. કાર્બોહાઇડ્રેટ ઍમીનો એસિડ બનાવે છે કે જેનાથી ઇંસ્યુલિન બને છે અને તેનાથી માંસપેશીઓને તાકાત મળે છે.આપના શરીરને ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘની જરૂર છે કે જેથી આપ બીજા દિવસે તેવા જ જોશ સાથે વ્યાયામ કરી શકો.

મીટ માંસપેશીઓને મજબૂત બનાવવાનું એક સારૂ સ્રોત બની શકે. મીટમાં ખૂબ પ્રોટીન હોય છે કે જે માંસપેશીઓને આરોગ્યપ્રદ અને મજબૂત બનાવવામાં ખૂબ સહાયકારી હોય છે. મીટમાં પણ ચિકનનું મીટ શરીરમાટે ખૂબ ફાયદાકારક હોય છે.કાર્ડિયોનો પણ કસરતમાં સમાવેશ કરો. તેનાથી આપની માંસપેશીઓ મજબૂત બનશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer