શું તમે જાણો છો હનુમાનજીને શા માટે ચડાવવામાં આવે છે સિંદુર? જાણો તેની પાછળનું રહસ્ય….

જો ભગવાન શ્રી રામ હનુમાનજી સાથે ન મળ્યા હોત તો કદાચ ભગવાન શ્રીરામ લંકા ઉપર વિજય ન મેળવી શક્યા હોત. પ્રભુ શ્રીરામ પોતાના ભક્તો ઉપર કાયમી માટે કૃપા બનાવી રાખે છે. હનુમાનજીએ પોતાની ભક્તિ અને સમર્પણ બતાવવા માટે પોતાની છાતી ચીરી તેની અંદર પ્રભુ શ્રીરામની છબી દર્શાવી હતી.

હનુમાનજી ના રદય ની અંદર ભગવાન શ્રીરામ અને માતા સીતા વાસ કરે છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે હનુમાનજી ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા. જ્યારે લક્ષ્મણ મૃત્યુ શૈયા ઉપર પડેલા હતા ત્યારે હનુમાનજીએ સંજીવની બુટ્ટી લાવી લક્ષ્મણ ના પ્રાણ બચાવ્યા હતા.

આપણે દરેક લોકો જાણીએ છીએ કે ભગવાન હનુમાન ઉપર તેલ અને સિંદૂર ચડે છે. પરંતુ શું તમે જાણો છો શા માટે ભગવાન હનુમાનજી ઉપર સિંદૂર ચઢાવવામાં આવે છે? જો નહીં તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તેની પાછળનું કારણ. હનુમાનજીને સિંદૂર લગાવવા પાછળ ની કહાની

એક વખત હનુમાનજીએ માતા સીતાને માંગમાં સિંદૂર લગાવતા જોયા કે તરત જ તેના મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો. તેણે માતા સીતાને આમ કરવા પાછળનું કારણ પૂછ્યું. ત્યારે માતાએ જવાબ આપ્યો કે માતા સીતા જો પોતાના માંગમાં સિંદૂર ભરે તો તેના કારણે તેના પતિ શ્રીરામની આયુષ્ય લાંબી થાય છે,

અને તે કાયમી માટે સ્વસ્થ જીવન જીવી શકે છે. અને આથી જ માતા સીતા પોતાની માંગમાં સિંદૂર લગાવે છે. આપણે ત્યાં સિંદૂરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, અને દરેક સુહાગણ સ્ત્રી પોતાની માંગમાં પતિની લાંબી આયુષ્ય માટે સિંદૂર લગાવે છે.

જ્યારે માતા સીતાનું આવો ઉત્તર હનુમાનજીને મળ્યો ત્યારે હનુમાનજી અચંબિત રહી ગયા. ત્યારબાદ હનુમાનજીએ વિચાર્યું કે જો એક ચપટી જેટલા સિંદૂરથી પ્રભુ શ્રીરામની આયુષ્ય વધી શકે છે, તો જો હનુમાનજી પોતાના સમગ્ર શરીર ઉપર સિંદુર લગાવી લે તો ભગવાન શ્રીરામ કાયમી માટે અમર થઇ જાય.

આથી જ હનુમાનજીએ પોતાના સમગ્ર શરીર ઉપર સિંદૂર લગાવી લીધું, અને ત્યારબાદ તે પ્રભુ શ્રીરામને મળવા જતા રહ્યા. હનુમાનજીને આવી હાલતમાં જોઈ ભગવાન શ્રીરામ ખુશ થઈ ગયા, અને ત્યારથી જ લોકો ભગવાન શ્રીરામને ખુશ કરવા માટે હનુમાનજીની મૂર્તિ ઉપર સિંદૂર ચડાવે છે. આમ હનુમાનજીને સિંદૂર ચઢાવવા પાછળ આ રોચક કહાની છુપાયેલી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer