આજ કાલ ના મોર્ડન જમાના માં લોકો પાસે ઊચું જોય અને ઘડિયાળમાં ટાઈમ જોવાનો પણ સમય હોતો નથી. એટલા માટે મોટા ભાગના લોકો હાથ ઘડિયાળ જ પસંદ કરે છે. ઘડિયાળ નું કામ હોય છે ફક્ત સમય બતાવવો, પરંતુ આપણે ઘડિયાળ જ ખોટી જગ્યા પર લગાડીયે તો?
વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવમાં આવે છે કે દીવાલ ઘડિયાળ ને લગાડવા માટે અમુક જગ્યા સારી હોતી નથી એટ્લે કે અમુક દિશા માં ઘડિયાળ લગાડવા થી તમારો સમય ખરાબ આવી શકે છે. તો ચાલો જાણીએ કે દીવાલ ઘડિયાળ ને કઈ દિશા માં લગાડવી અને કઈ દિશા માં ના લગાડવી.
સૌપ્રથમ પેંડૂલમ વાડી ઘડિયાળ, આ ઘડિયાળ ડ્રોઈંગ રૂમ ની આસપાસ લગાડવામાં આવે તો તે ખુબજ શુભ માનવમાં આવે છે. પેંડૂલમ વાડી ઘડિયાળ ટન ટન કરી અને આપણે સમય આભાસ કરાવે છે. આ ઘડિયાળ લગાડવા થી ઘર માં પૈસા ની બરકત થાય છે અને ઘર માં ક્યારેય પણ પૈસા ની કમી સર્જાતી નથી.
જો તમારા ઘરમાં બંધ ઘડિયાળ હોય તો તરત જ તે ઘડિયાળનો નીકાલ કરવો જોઈએ. જો તમારા ઘરમાં બંધ ઘડિયાળ રહસે તો તમારા ઘરમાં અશાંતિ નું માહોલ છવાઈ જશે અને તે ખુબજ અશુભ માનવમાં આવે છે. વાસ્તુશાસ્ત્ર માં કહેવામા આવ્યું છે કે બંધ ઘડિયાળ તમારા જીવન ને રોકી દે છે.
બંધ ઘડિયાળ તમારા બધાજ કામ રોકી દે છે અને તમારા કામ માં અર્ચળ ઊભી કરે છે. એટલા માટે જો તમારા ઘરમાં બંધ ઘડિયાળ હોય તો તેને રીપેર કરાવીલો અથવા તેને ફેકી દો. શું તમને ખબર છે કે દક્ષિણ દિશા માં ક્યારેય પણ ઘડિયાળ લગાડવી જોઈએ નહીં, કેમ કે દક્ષિણ દિશા ને કાળ ની દિશા કહેવામા આવે છે.
એવું કહેવામાં આવે છે કે દક્ષિણ દિશા માં કાળ નો વાસ હોય છે. દક્ષિણ દિશા માં મૃતકો ની છ્બ્બી લગાડવા માં આવે છે, તેથી તે દિશામાં ઘડિયાળ લગાડવાથી ઘરમાં નેગેટિવ શક્તિ નો પ્રવેશ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળ ને ઉતર, પૂર્વ અને પશ્ચિમ દિશા માં લગાડવી જોઈએ. આ ત્રણ દિશા માં ઘડિયાળ લગાડવાથી ઘર માં સારી અને સુખમય શક્તિ નો પ્રવેશ થાય છે.