શું તમે શંખ રાખવાના આ ચમત્કારિક ફાયદાઓ વિષે જાણો છો?? જો નહીં, તો જાણો તેના વિષે

ઘરમાં શંખ રાખવા અને વગાડવાના ઘણાં ફાયદા થાય છે. હિંદુ ધર્મમાં શંખને વિજય, સમૃદ્ધિ, શુભ અને યશનું પ્રતિક માનવામાં આવે છે. અનેક દેવી દેવતાઓના ફોટોમાં શંખ જોવા મળે છે. ઉત્સવ, પૂજા, હવન, મંગલધ્વનિ, પ્રયાણ, આગમન, યુદ્વ આરંભ, લગ્ન, રાજ્યાભિષેક જેવા ધાર્મિક કાર્યોમાં શંખ વગાડવામાં આવે છે.

શંખને લક્ષ્મીજીનું સહોદર અને વિષ્ણુનો પ્રિય માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે જ્યાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. શંખના આકાર, ધ્વનિ અને સુંદરતાથી તેની ગુણવતા નક્કી થાય છે.

ચમકદાર, સુડોળ, સુંદર, સ્પષ્ટ અને મધુર ધ્વનિવાળા શંખને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તૂટેલા, ઘસાયેલા, ખરાબ અવાજવાળા શંખનો ઉપયોગ કરવો નહીં અને તેને નદીમાં પધરાવી દેવા જોઈએ. શંખ મુખ્ય રૂપથી એક સમુદ્રી જીવનનું માળખું છે, કેમ કે શંખને દેવી લક્ષ્‍મી અને ભગવાન વિષ્ણુના સ્વરૂપ સાથે જોડાયેલ માનવામાં આવે છે.

જેના લીધે શંખને પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે જ્યાં શંખ હોય છે ત્યાં લક્ષ્મી જરૂર હોય છે. શંખ વગાડવાથી ઘરનું વાતાવરણ શુધ્ધ અને પવિત્ર બને છે એવી માન્યતા છે. મંગળ કાર્યોના અવસર પર અને ધાર્મિક ઉત્સવોમાં પણ શંખને વગાડવું શુભ માનવામાં આવે છે.

વેજ્ઞાનિક રીતે પણ આ બાબત સાબિત થઈ છે. તો ચાલો થોડું જાણીએ તેના વિષે જે નીચે મુજબ દર્શાવવા માં આવ્યું છે…. શંખમાં થોડું ચુનાનું પાણી ભરીને પીવાથી કેલ્શિયમની સ્થિતિ સારી થઇ જાય છે. વિજ્ઞાનની અનુસાર શંખનો અવાજ મહત્વપૂર્ણ હોય છે.

વૈજ્ઞાનિકને અનુસાર શંખ-ધ્વનીથી વાતાવરણનો પરિષ્કાર થાય છે. આના આવાજના પ્રસાર-ક્ષેત્ર સુધી બધા કીટાણુઓનો નાશ થઇ જાય છે. શંખ ઘણા પ્રકારના હોય છે અને બધા પ્રકારની વિશેષતા તેમજ પૂજન-પદ્ધતિ અલગ અલગ છે. શંખની આકૃતિના આધાર પર સામાન્ય રીતે એના ત્રણ પ્રકાર માનવામાં આવે છે. દક્ષિણાવૃત્તિ શંખ, મધ્યાવૃત્તિ શંખ, વામાવૃત્તિ શંખ..

ભગવાન વિષ્ણુ નો શંખ દક્ષિણાવૃત્તિ છે. લક્ષ્મીજીનો શંખ વામાવૃત્તી છે. વામાવૃત્તિ શંખ જો ઘરમાં સ્થાપિત હોય તો ધનનો બિલકુલ અભાવ રહેતો નથી. આ ઉપરાંત મહાલક્ષ્મી શંખ, મોટી શંખ અને ગણેશ શંખ પણ મળી આવે છે. સફેદ રંગનો શંખ લઇ આવો. એને ગંગાજળ અને દૂધથી ધોઈને શુદ્ધ કરી લો. એના પછી ગુલાબી કપડામાં લપેટી પૂજાના સ્થાન પર રાખી દો.

સવારે અને સાંજે પૂજા કર્યા પછી ત્રણ ત્રણ વાર તેને વગાડો. વગાડ્યા પછી એને ધોઈને ફરીથી ત્યાં રાખો. શંખને કોઈ કપડામાં અથવા કોઈ આસન પર જ રાખો. સવારે અને સાંજના સમયે જ શંખ વગાડો, બધા સમયે શંખ ન વગાડો. શંખને વગાડ્યા પછી સાફ કરીને જ રાખો.

આપણો શંખ બીજા કોઈને ન આપો અને બીજા કોઈનો શંખ નો ઉપયોગ ના કરો. શંખ વગાડવાથી હ્રદયના રોગ અને ફેફસા ની બીમારીઓ થવાની સંભાવના ઓછી થઇ જાય છે. શંખનાદથી સકારાત્મક ઊર્જાનું સર્જન થાય છે જેનાથી આત્મબળમાં વૃદ્ધિ થાય છે. શંખમાં પ્રાકૃતિક કેલ્શિયમ, ગંધક અને ફોસ્ફરસની ભરપુર માત્રા હોય છે.

દરરોજ શંખ ફૂંકનારા લોકોને ગળા અને ફેફસાને લગતા રોગ નથી થઇ શકતા. એટલું જ નહીં, શંખથી તમામ રોગોનો નાશ થાય છે. શંખ વગાડવાથી ચહેરા, શ્વસનતંત્ર, શ્રવણતંત્ર તથા ફેફસાનો પણ વ્યાયામ થાય છે. તો વળી શંખવાદનથી સ્મરણશક્તિ પણ વધે છે. શંખ વગાડવાથી આત્મબળમાં વૃદ્ધિ, ફેફ્સાનું વ્યાયામ, સ્મરણશક્તિ, ધ્વનિ, ખાંસી, દમ, કમળો, બ્લ્ડપ્રેશર વગેરે જેવી બીમારીમાં રાહત મળે છે.

તમે ખાંસી, દમ, કમળો,બ્લડપ્રેશર કે હૃદય સાથે જોડાયેલી ગંભીર બીમારીથી પીડાતા હોવ તો આમાં રાહત મેળવવાનો એક સરળ માર્ગ એ છે તમે દરરોજ શંખ વગાડો. કહેવાય છે કે શંખનાદ તમારી આસપાસની નકારાત્મક ઊર્જાનો નાશ કરે છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. શંખથી નીકળનારી ધ્વનિ જ્યાંસુધી પહોંચે છે ત્યાંસુધી બીમારીઓના કીટાણુઓનો નાશ થાય છે.

દક્ષિણવર્તી શંખ જે પરિવારમાં સ્થાપિત હોય છે, ત્યાં ગરીબી આવતી નથી, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. શંખમાં શુદ્ધ જળ ભરી વસ્તુ, વ્યક્તિ, સ્થાન પર છંટકાવ કરવાથી દુર્ભાગ્ય, અભિશાપ, અભિચાર અને દુર્ગ્રહના પ્રભાવને નષ્ટ કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer