અમદાવાદના આ દવાખાનામાં બધા જ રોગોની સારવાર થાય છે સાવ મફત

હાલના સ્વાર્થી સમય માં કોઈ પેન ઉંચી ની લખવા માટે નથી આપતું તેવામાં ગાંધીનગર રોડ ઉપર આવેલ અમદાવાદ નુ આ દવાખાનું લગભગ તમામ રોગો નું ફ્રીમાં નિદાન કરે છે. સામાન્ય રીતે સરકારી હોસ્પિટલમાં તમને ફ્રી જ સેવા મળે છે.

અહીં તમને વધારે સુવિધા મળે છે અને સાથે સાથે દવા અને જમવા નું પણ ફ્રી આપે છે. આ દવાખાનું ૨૪ કલાક ખુલ્લું જ હોય છે અને આધુનિક સુવિધાઓ થી સજ્જ તેમજ ઓછા માં ઓછા ૩૫૦ રોગીઓ સમાય તેવી પલંગ વ્યવસ્થા અહિયાં કરવામાં આવી છે.

કોઈ પણ જાતના પૈસા લીધા વગર આ મલ્ટીસ્પેશીયાલીટી દવાખાનું દરેક જાતના રોગો ની સારવાર અને તબીબી સેવા પૂરી પાડે છે. અહીં તમામ પ્રકારની અત્યા આધુનિક સેવાઓ પણ છે. સૌથી ખાસ વાત છે કે આ બધા નો લાભ વગર પૈસે મળે છે.

મિત્રો હોસ્પિટલના સમય વિશે વાત કરીએ તો અહીં દર્દી ને બતાવવા માટે રવિવાર સિવાય સવાર ના ૯ થી સાંજ ના ૫ વાગ્યા સુધીનો સમય છે. મિત્રો અહીં જુદા જુદા વિભાગ પાળેલા છે જેમાં દરેક રોગ અને સારવાર ને વહેચવામાં આવી છે એવો તેના વિશે થોડું જાણીએ.

બાળકોનો વિભાગ: આ વિભાગમાં બાળકોની બધી બીમારીઓ, નવજાત શિશુ માટેની સારવાર, રસીકરણ, તાણ આંચકી આવતા બાળકો માટેનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

જનરલ વિભાગ : આ વિભાગમાં લોહીનું દબાણ, હ્રદયના રોગ, ડાયાબિટીસ, પિત્તાશયના રોગ, વાઈ, ચેપીરોગ જેવા અનેક રોગોને લાગતું નિદાન તેમજ સારવાર આપવામાં આવે છે.

જનરલ સર્જરી વિભાગ: આ વિભાગમાં નાના-મોટા આંતરડાના રોગ, સારણગાંઠ, ભગંદર, મસા, ચાંદા, કિડની કે મૂત્રાશય અથવા તો પિત્તાશયની પથરી, થાઈરોઈડ ગ્રંથિ, સ્તનથી લગતા તમામ રોગોનું નિદાન કર્યા બાદ સર્જરી અને સારવાર આપવામાં આવે છે.

સ્ત્રી રોગ અને પ્રસુતિ વિભાગ : આ વિભાગમાં સ્ત્રીઓથી લગતી તમામ બીમારીઓ, પ્રસુતિ, પ્રસુતિવાળી અને સ્ત્રી રોગ માટેની સોનોગ્રાફી, સિઝેરિયન ઓપરેશન, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન જેવી અનેક બીમારીઓનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

હાડકા વિભાગ : આ વિભાગમાં કમરનો દુઃખાવો, સાંધા અને ફ્રેક્ચરનું નિદાન અને સારવાર આપવામાં આવે છે તેમજ સાંધા બદલવાના અને ફેક્ચરનાં ઓપરેશન પણ કરવામાં આવે છે.

માનસિક રોગ વિભાગ : આ વિભાગમાં બધી જાતની મગજથી લગતી બીમારીઓનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

નાક, કાન અને ગળાનો વિભાગ : આ વિભાગમાં દૂરબીનથી સાઈનસના રોગની તપાસ, કાનની બહેરાશ, કાનમાં પરુ થવું, પડદામાં કાણું થવું, કાકડા વધવા તેમજ ગળાના કોઈ પણ રોગોનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

આંખનો વિભાગ : આ વિભાગમાં આંખની પુરેપુરી તપાસ, નિદાન અને ઓપરેશન અત્યારના આધુનિક સાધનો દ્વારા મોતિયો, વ્હેલ અને ત્રાંસી આંખનાં ઓપરેશન કરવામાં આવે છે.

ચર્મ રોગ વિભાગ : આ વિભાગમાં ચામડીથી લગતા દરેક રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.

ડેન્ટલ વિભાગ : આ વિભાગમાં દાંતના મુળીયાની સારવાર, દાંત પ્રમાણે ચોકઠું બનાવવું, દાંતમાં કરવામાં આવતી સફાઈ, વાંકાચૂકા દાંતને સીધા કરવા, દાંતના સડાનું નિદાન તેમજ સારવાર.

શ્વાસ કે દમ અને ટી.બી. રોગ વિભાગ : આ વિભાગમાં દમ, શ્વાસ, ટી.બી, ન્યુમોનિયા તેમજ શ્વાસનળીની દૂરબીનથી તપાસ, ફેફસાના રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.

આધુનિક સાધનોથી પરિપૂર્ણ આ દવાખાનામાં તાત્કાલિક સારવાર, એક્સરે, સોનોગ્રાફી, ઈસીજી, હ્રદયના ઈકો, ટીએમટી, ફાર્મસી સેવાઓ અને લેબોરેટરી ટેસ્ટની ૨૪ x ૭ કલાક સેવાઓ કોઈ પણ પૈસા લીધા વગર આપવામાં આવે છે.

આ દવાખાના નું આખું નામ છે. શ્રીમતી સુશીલાબેન મનસુખલાલ શાહ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ અને આ હોસ્પિટલ વિસાત-ગાંધીનગર હાઈવે પર તપોવન સર્કલની પાસે મૂળ ચાંદખેડા વિસ્તાર અને શહેર અમદાવાદમાં આવેલી છે.

આ માહિતી જરૂરિયાત મંદો લોકો સુધી જરૂર પોહચાડ જો આ દવાખાના નો એક સાર્વજનિક મોબાઈલ નંબર પણ છે જેના માધ્યમ થી તમે દવાખાના સંબંધી માહિતી લઈ શકો છો અને અન્ય જરૂરી માહિતી પણ જાણી શકો છો.તેનો મોબાઈલ નંબર ૭૫૭૩૯૪૯૪૦૮ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer