શું આપ જાણો છો કે ચોકલેટ ખાવાથી જડમૂળમાંથી દુર થાય છે આ બીમારીઓ. . .

ચોકલેટ ખાવી કોને ન ગમે? નાના મોટા સૌ ચોકલેટ પાછળ પાગલ હોય છે. ઘણાં લોકો તો ઇચ્છવા છતાં ચોકલેટથી દૂર રહી શકતા નથી. બાળકો માટે તો ચોકલેટ વગર રહેવું મુશ્કેલ હોય છે. સામાન્ય રીતે લોકોની માન્યતા છે કે ચોકલેટ ખાવાથી નુકસાન થાય છે. પરંતુ છેલ્લા થોડા વખતથી થતી શોધખોળોમાં બહાર આવ્યું છે કે છે કે ચોકલેટ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન નહીં પરંતુ ફાયદો થાય છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ચોકલેટમાં રહેલા કોકો ફલેવનોલ વધતી ઉંમરના લક્ષણોને ઝડપથી આવવા દેતું નથી. દરરોજ બે કપ હોટ ચોકલેટ પીવાથી વૃદ્ધ લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને તેમની વિચારવાની ક્ષમતા પણ સારી થાય છે. દૈનિક ડાર્ક ચોકલેટ ખાવાથી તનાવ ઓછો થાય છે, ચોકલેટ ખાવાથી તણાવ વધારતા હોર્મોન્સ નિયંત્રિત થાય છે.

તનાવ અને ડિપ્રેશન –  જો તમે કોઈ પ્રકારના તનાવમાં છે, તો ચૉકલેટ તમારો એ સાથી છે, જે વગર કઈક કહે અને સાંભળે જ તનાવ ઓછો કરી શકે છે. તમે પણ જ્યારે તનાવ કે ડિપ્રેશનમાં રહો તો ચૉકલેટ ખાવાનું ન ભૂલશો. તેથી તમે રિલેક્શ અનુભવ કરશો.

ત્વચા માટે- ચૉકલેટ એંટી ઓક્સીડેંટસથી ભરપૂર હોય છે, જે વૃદ્ધત્વના લક્ષણો અને કરચલીઓને ઘટાડે છે. તેનાથી ત્વચા  ફ્રેશ દેખાય છે. તેના ગુણોના કારણે આજકાલ, ચોકલેટ બાથ, ચોકલેટ ફેશિયલ પેક્સ અને મીક્સનો ઉપયોગ  કરવામાં આવે છે.

જ્યારે હોય બ્લડ પ્રેશર- જે લોકોને લો બ્લ્ડપ્રેશરની સમસ્યા છે, તેના માટે ચૉકલેટ ખૂબ લાભકારી છે. બ્લ્ડપ્રેશર ઓછું થવાની સ્થિતિમાં ચૉકલેટ તરત રાહત આપે છે. તેથી હમેશા તેમણે પોતાની પાસે ચૉકલેટ જરૂર રાખવી.

કોલેસ્ટ્રોલ- શરીરમાં રહેલ એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં ચૉકલેટ ખૂબ લાભકારી છે. આ એલડીએલ કોલેસ્ટ્રોલને ઓછું કરી જાડાપણું અને તેના કારણે થતા બીજા રોગોને પણ નિયંત્રિત કરવામાં સહાયક છે.

મગજ રહે સ્વસ્થ- એક શોધ પ્રમાણે દરરોજ બે કપ હૉટ ચૉકલેટ ડ્રિંક પીવાથી મગજ સ્વસ્થ રહે છે અને યાદશક્તિ નબળી નથી રહેતી. ચૉકલેટથી મગજમાં રક્તપ્રવાહ સારો રહે છે.

હૃદય રોગ- એક શોધ પ્રમાણે ચૉકલેટ ડ્રિંકનું સેવન હૃદય રોગની શકયતાને 30 ટકા જેટલી ઘટાડી દે છે અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

એથિરોસ્ક્લેરોસિસ- એથિરોસ્ક્લેરોસિસ એક પ્રકારનો રોગ છે. જેને કારણે ધમનીઓ અવરોધિત થાય છે. આવી સ્થિતિમાં, ચોકલેટ અત્યંત ફાયદાકારક છે

એક સંશોધન અનુસાર ચોકોલેટ અથવા ચોકલેટ ડ્રિન્કનું સેવન હૃદય રોગ થવાની સંભાવના એક-તૃતીયાંશ કરી દે છે, અને હૃદયને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. ચોકોલેટનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણા મગજ માટે ખૂબ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી મૂડ સારું રહે છે.

રિસર્ચરોના મતે જો રોજ અમુક માત્રામાં ડાર્ક ચોકલેટ ખાવામાં આવે તો વજન વધતું અટકે છે. એ સાથે જ ડાર્ક ચોકલેટ હૃદયને પણ મજબૂત રાખે છે. ઉપરાંત ડાર્ક ચોકલેટ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ડાર્ક ચોકલેટ શરીરને અંદરથી મજબૂત બનાવે છે. ડાર્ક ચોકલેટમાં કોકો ફ્લેવનોઇડની માત્રા વધારે પ્રમાણમાં હોય છે જેના કારણે તે ફાયદાકારક ગણાય છે. કોકો ફ્લેવનોઇટ એવું ન્યૂટ્રિશિયન છે જે શરીરને ફળો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer