જાણો દરભંગામાં આવેલુ શ્યામા માઈના ધામની અજીબ કહાની

બિહારના દરભંગા જીલ્લામાં કાળી રૂપમાં માતા શ્યામા ખુબ જ ભવ્ય સ્વરૂપમાં ભક્તોને દર્શન આપે છે. આ મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિર ચિતા પર બનેલુ છે, અને આ મંદિરની અંદર બધી પ્રકારના માંગલિક કાર્યો કરવામાં આવે છે.

બિહારના દરભંગ જીલ્લામાં માતા કાળીનું આ ભવ્ય મંદિર આવેલું છે. જેને અહી ભક્તો શ્યામા માઈ ના નામ થી બોલાવે છે. આ મંદિર નિર્માણ ની કથા સાંભળી હેરાન થઇ જશો. માં કાળી નું આ મંદિર દરભંગા રાજ પરિવાર ના મહાન સાધક મહારાજ રામેશ્વર સિંહની ચિતા પર બનેલું છે. આ મંદિરની અંદર દક્ષીણ દિશા તરફ એક ખાસ સ્થાન પર આજે પણ લોકો સાધક મહારાજ રામેશ્વર સિંહની ચિતાની અગ્નિ ને મહેસુસ કરે છે. પછી ભલે ઠંડી કેમ ના હોય.

અહી લોકો નું માનવું છે કે પુરા ભારત માં માં કાળીની એટલી મોટી મૂર્તિ કોઈ જગ્યાએ નહિ હોય. મૂર્તિ નો વિગ્રહ અલોકિક અને અસ્મરણીય છે. ભક્તો ને માતા ના દર્શન થી જ અદ્ભુત સુખ ની પ્રાપ્તિ થાય છે. કહેછે ભક્ત નમ્ર અખો થી કઈ પણ માંગે તો તેની ઇચ્છા જરૂર પૂરી થાય છે. આ વિશાળકાય મંદિરની સ્થાપના ૧૯૩૩માં દરભંગા મહારાજ કામેશ્વર સિંહે કરી હતી. જેમાં માતા શ્યામા ની વિશાળ મૂર્તિ ભગવાન શિવ નો સાથળ તેમજ વક્ષસ્થળ પર છે માતા કાળી ની જમણી બાજુ મહાકાલ અને ડાબી બાજુ ભગવાન ગણેશ અને બટુક ની પ્રતિમા છે. ચાર હાથો થી શુશોભિત માતા કાળી ની આ પ્રતિમા માં માતા ના એક હાથ માં ખડક અને બીજા હાથ માં મુંડ છે. અને બીજા બને હાથો થી પોતાના બને પુત્રો ને આશીર્વાદ આપતી મુદ્રામાં વિરાજમાન છે.

માતા શ્યામા ના દરબાર માં થતી આરતી નું વિશેષ મહત્વ છે. કહે છે કે માતાની આરતીનું જે કોઈ ગવાહ બની ગયું તેના જીવન ના બધા જ અંધકાર દુર થઇ જાય છે. સાથે જ ભક્તો ની બધી જ મનોકામના પૂરી થાય છે. મંદિર ના ગર્ભગૃહ માં જ્યાં એક તરફ કાળી રૂપ માં માતા કાળી ના દર્શન થાય છે. ત્યાં જ બીજી બાજુ પ્રાથના સ્થળ  ના મંડપ ના સૂર્ય, ચંદ્રમાં, ગ્રહ, નક્ષત્રો અહિત ઘણી તાંત્રિક યંત્ર મંદિર ની દીવાલો પર જોવા મળે છે. તેનું બધા થી મોટું કારણ છે એ છે કે આ મંદિરમાં માં શ્યામા ની પૂજા તાંત્રિક અને વૈદિક બંને રૂપ માં કરવામાં આવે છે.  

સામાન્ય રીતે તો હિંદુ રીતી રીવાજ અનુસાર પરંપરા રહી છે કે કોઈ પણ વ્યક્તિ નો કોઈ પણ માંગલિક સંસ્કાર થયા પછી તે એક વર્ષ સુધી સમશાન માં નથી જતો, પરંતુ માં શ્યામા ના આ મંદિર માં નવું જોડું માતા નો આશીર્વાદ લે છે અને આ સમશાનની ભૂમિ પર અનેક લગ્નો પણ કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer