મેહર બાબા એક રહસ્યવાદિ સિદ્ધપુરૂષ હતા, કેટલાય વર્ષો સુધી તેઓ મૌન સાધના મા લિન રહેલા. મેહર બાબા ના ભક્તો તેમને પરમેશ્વર નો અવતાર માનતા હતા. તે આધ્યાત્મિક ગુરુ, સુફી, વેદાંત અને રહસ્યવાદી દર્શન થી પ્રભાવિત હતા. મેહરબાબા નો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૮૯૪ મા પૂના ના એક પારસી પરિવાર માં થયો હતો. તેમનુ મૂળ નામ મેરવાન એસ. ઇરાની હતુ. તેઓ એસ.મુંદેગર ઇરાની ના બીજા નંબર ના પુત્ર હતા. જન્મથી તેઓ એક પર્શિઅન હતા. તેમના બાળપણ નો અભ્યાસ ક્રિશ્ર્વિયન હાઇસ્કુલ પુના અને બાદમાં ડેકન કોલેજ પુનામા થયો હતો.
મેહર બાબા એક સારા કવિ અને વક્તા હતા તેમજ તેમને ઘણીબધી ભાષાઓનું જ્ઞાન હતુ. ૧૯ વર્ષની ઉમરમાં તેમની મુલાકાત રહસ્યદર્શી મહિલા સંત હજરત બાબાજાન સાથે થઈ અને તેમનું જીવન બદલાઇ ગયુ. તે પછી તેઓ નાગપુર ના હજરત તાજુદ્દિન બાબા, કેદગાંવ ના નારાયણ મહારાજ, શિરડીના સાંઇબાબા અને સાકોરી ના ઉપાસની મહારાજ અર્થાત પાંચ મહત્વપૂર્ણ હસ્તી ઓને પોતાના ગુરૂ માન્યા. ૭ વર્ષ સુધી ઉપાસની મહારાજ પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ તે ઇરાની આધ્યાત્મ ના ઉચ્ચ સ્તરે પહોંચ્યા. ત્યાથી તેમના ચેલાઓ તેમને મેહર બાબા નામ થી ઓળખવા લાગ્યા, મેહર નો અર્થ થાય છે મહાદયાળુ પિતા.
ઇ.સ.૧૯૨૫ મા મેહરબાબા એ માત્ર ૨૯ વર્ષની ઉમરે ૧૦ જુલાઇ એ મૌન નો પ્રારંભ કર્યો જે છેલ્લે સુધી અખંડ રહ્યુ. તેથી જ ૧૦ જુલાઇ ને મેહરબાબા મૌન પર્વ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે કહેતા હતા કે મૌન કે વાણી સંયમ આપણને મન ઉપર કાબુ રાખતા શિખવે છે. આપણે રોજ પોતાની સુવિધા અનુસાર સવાર, સાંજ ક્યારેય પણ ૫ મિનિટ માટે મૌન રહીને લાભ મેળવી શકિએ. પોતાની વાણી પણ સયંમ એટલે મૌન નો આરંભ કરવાનુ પ્રથમ પગથિયું. જેથી ધીમે ધીમે આપણે બધી ઇન્દ્રિયો પર મૌન નુ સંયમ ધારણ કરીને ઇશ્વરપ્રાપ્તિ કરી શકિએ. મેહરબાબા ના ભક્ત ૧૦ જુલાઇએ મૌન પાળીને તેમને યાદ કરીને પ્રાર્થના કરે છે.
ઉત્તરપ્રદેશ ના હમીરપુર જિલ્લા મા બાબા ના ભક્ત પરમેશ્વરી દયાલ પુકર એ ઇ.સ.૧૯૬૪ મા મેહર મંદિર નુ નિર્માણ કરાવેલુ. ૧૮ નવેમ્બર ૧૯૭૦ મા આ મંદિર મા મેહરબાબા ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી. અહિ દર વર્ષે ૧૮ અને ૧૯ નવેમ્બરે મેહર પ્રેમ મેળા નુ આયોજન કરવામાં આવે છે. તે સિવાય મેહરબાબા ના અનેક મંદિરો છે. મેહરબાબા એ ૬ વખત વિદેશયાત્રાઓ પણ કરેલી.
મહારાષ્ટ્ર ના અહેમદનગર પાસે મેહરાબાદ મા મેહરબાબા નો વિશાળ આશ્રમ છે, જે મેહરબાબા ના ભક્તો થી ભર્યો રહે છે. મેહરાબાદ મા મેહરબાબા ની સમાધિ છે. તેની પહેલા મુંબઇ મા તેનો આશ્રમ હતો. આખરે એકાંતવાસ મા ઉપવાસ અને તપસ્યા દરમિયાન તેમને ૩૧ જાન્યુઆરી ૧૯૬૯ ના દિવસે મેહરાબાદ મા તેમણે પોતાનો દેહ ત્યાગ્યો.