આસો નવરાત્રીમાં નવમા નોરતે નવદુર્ગાનાં શક્તિ સ્વરૂપે સિધ્ધિદાત્રી દેવીનું પુજન અર્ચન કરવામાં આવે છે

માર્કેન્ડય પુરાણ અનુસાર સાધક ભક્તને અણિમા, ગરિમા, મહિમા, લધિમા, પ્રાપ્તી, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ આ આઠ સિધ્ધી સાધકને સાધનાથી પ્રાપ્ત થાય છે. બ્રહ્મવૈવર્ત પુરાણમા શ્રી કૃષ્ણ જન્મખંડમાં આ સંખ્યા અઢાર બતાવેલ છે. માંં સિધ્ધિદાત્રી ભક્તો અને સાધકોને સમસ્ત સિધ્ધિઓ પ્રદાન કરે છે. દેવી પુરાણ અનુસાર ભગવાન શિવને પણ ભગવતીની કૃપાથી જ બધી સિધ્ધી પ્રાપ્ત થઈ છે.

માં સિધ્ધિદાત્રીનું સ્વરૂપ : માં સિધ્ધિદાત્રીની ચાર ભુજા છે. તેમનું વાહન સિંહ છે. તે કમલપુષ્પ પર બિરાજમાન છે. તેમના હાથમા કમલ પુષ્પ ધારણ કરેલુ છે. દરેક મનુષ્યનુ કર્તવ્ય છે કે માં ભગવતી સિધ્ધીદાત્રી દેવીની કૃપા પ્રાપ્ત કરવા માટે પુજા આરાધના કરવી જોઈએ. તેમની સાધના માટે તત્પર રહે છે. ભક્તનાં બધા જ દુ:ખ ભય દુર કરે છે. સંસારના સુખો પ્રાપ્ત થાય છે, મા ભગવતી ભક્તને મોક્ષ પ્રદાન કરવા વાળા છે.

માં સિધ્ધિદાત્રીની સાધના પુર્ણ કરવાથી સાધકને લૌકિક પરલૌકિક બધી જ પ્રકારની કામના પુર્ણ થાય છે. ભક્તીની કૃપા પાત્ર ભક્તની કોઈપણ કામના અધુરી રહેતી નથી. તે સાધક માં ભગવતીનું શરણ પ્રાપ્ત કરતા માં તેને પરમ શાંતિ પ્રદાન કરતી હોય છે. માં ભગવતી આઠ સિધ્ધિ સાથે દિર્ઘ આયુષ્ય, દિવ્ય દ્વષ્ટી દુર શ્રવણ શક્તિ, પરાક્રમી બળ, વાકચાતુર્ય, ઈચ્છા મૃત્યુ પ્રાપ્ત થાય છે.

या देवी सर्वभू‍तेषु माँ सिद्धिदात्री रूपेण संस्थिता।

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।

અર્થાતઃ હે માં તમે સર્વત્ર બિરાજમાન છો અને મા સિધ્ધિદાત્રીના રૂપમા પ્રસિધ્ધ માં અંબા છો તમારા ચરણોમા સત સત વંદન અમારા હે મા અમને તમારી કૃપાના પાત્ર બનાવો.

નૈવેધ તરીકે શું ભોગ ધરાવવો :જે ભક્ત નવરાત્રીના નવમા નોરતે સિધ્ધિદાત્રી દેવીની પુજામા તલનો ભોગ લગાવી તેનો પ્રસાદ ગ્રહણ કરવાથી તે ભક્તને મૃત્યુ ભયથી રાહત મળે છે. તેને મૃત્યુનો ભય પણ રહેતો નથી. તેની બધીજ મુશ્કેલીઓ દુર થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer