સ્વયંભૂ પ્રગટ થયેલા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર

વિક્રમ સંવત 933ની અષાઢ વદ ચોથ, રવિવારના રોજ હાથેલમાં વૃશ્ર અને ઝાડીઓની નજીકની જમીન ખોદતા અંદરથી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ મળી હતી જેના પગમાં સોનાના ઝાંઝર અને કાનમાં સોનાના કુંડળ ઉપરાંત માથે મુગટ અને પેટે કંદોરો હતા.

તે દિવસે જ કોઠ, રોજકા અને વંકુટાના ગ્રામજનો વચ્ચે એ બાબતે ઝઘડો થયો કે કોણ આ મૂર્તિ લઈ જશે. છેવટે એ નક્કી થયું કે આ મૂર્તિને બળદ વિનાના ગાડામાં મૂકવી અને ભગવાનની ઈચ્છા હશે ત્યાં જશે. આ ગાડું ગણપતિપુરે અટક્યું જ્યાં દૂદો નામના ભરવાડે શક્તિમાતાની સ્થાપના કરી હતી.

ગાડામાંથી ગણેશજીની મૂર્તિ આપોઆપ નીચે ગબડી અને તેથી તે સ્થળ ગણપતિપૂરા નામે પ્રસિદ્ધ થયું. સ્વયંભૂ પ્રગટ થયેલા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે દર મહિનાની વદ ચોથ એટલે કે સંકષ્ટ ચોથે દર્શનનો અનેરો મહિમા છે. તેમાં પણ મંગળવારે આવતી અંગારકી સંકષ્ટ ચતુર્થીએ તો દૂર-દૂરથી ભક્તો અહીં દર્શન માટે આવે છે.
બહુ વર્ષો બાદ ઈસ 1928માં શ્રી સહજાનંદ બાપા ગણપતિપૂરાના મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે બે રાણો વચ્ચેની જગ્યામાં તેમણે વિશ્રામ કર્યો હતો. તે સમયે કણબી પટેલ નામના ગામના ભગતે બાપાને કોઠ લઈ જવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ બાપા ત્યાંથી ગયા નહોતા.

તે સમયે સિદ્ધિવિનાયક ગણપતિના ઉત્ખનન અને ગાડામાં બિરાજમાન કરીને તેમને ગણપતિપૂરા લઈ અવાયા તે અંગેનો ઈતિહાસ લિલાપુર ગામના ભરવાડ બારોટ જિલુભાઈ મોહનભાઈના વહીવંચામાંથી નિકળતા અહીં ગણપતિનું મંદિર બંધાવાયું હતું.

નિર્માણઃ ઈ.સ. 1928.
નિર્માતાઃ પૂ. સહજાનંદ બાપા.
મુખ્ય આકર્ષણોઃ શ્રી ગણપતિ મહારાજ મંદિર

ગણપતિપૂરામાં ગાડામાંથી ગણેશજીની મૂર્તિ આપોઆપ નીચે ગબડી અને તેથી તે સ્થળ ગણપતિપૂરા નામે પ્રસિદ્ધ થયું.

શ્રી ગણપતિપુરાની નજીકના મંદિરોઃ 
1). શ્રી બૂટભવાની માતા મંદિર, અરણેજ 6 કિમી.
2). શ્રી રાંદલ માતા મંદિર, ભૂરખી 25 કિમી.
3). શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલય, ધોળકા 28 કિમી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer