ભગવાન શંકરને મહાદેવ કહેવામાં આવે છે, અને તે દરેક દેવો કરતાં વિશેષ મહત્વ ધરાવે છે. જો કોઈ પણ સાચા દિલથી ભગવાન શંકરની પૂજા અર્ચના કરે છે તો ભગવાન શંકર તેની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. ભગવાન શંકર સામાન્ય રીતે ભાંગ અને ધતૂરો ખાવાના શોખીન છે. આ વાત દરેક લોકો જાણે છે પરંતુ આજે અમે ભગવાન શંકરના એક મંદિરની એવી વિશિષ્ટ વાત બતાવવા જઈ રહ્યા છીએ કે જે જાણીને તમે પણ રહી જશો દંગ.
ભારત ભર ની અંદર ભગવાન શંકરના હજારો મંદિરો આવેલા છે, અને આમાંના ઘણાખરા મંદિરો પોતાના અમુક પ્રકારના ચમત્કારો માટે ઓળખીતા છે. પરંતુ શું તમે વિચારી શકો કે ભગવાન શંકર સિગરેટ પણ પી શકે છે. જી હા મિત્રો છે ને હેરાન કરી દેનારી વાત આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભગવાન શંકરના એક એવા અનોખા મંદિર વિશે કે જ્યાં ભગવાન શંકર પોતે પીવે છે સીગરેટ.
વર્ષ 1621 ની અંદર બાઘલ પ્રદેશના રાજાએ ભગવાન શંકરનું આ મંદિર બનાવ્યું હતું. જ્યારે આ મંદિર બનાવવામાં આવ્યું હતું ત્યારે ત્યાં ભગવાન શંકરની લિંગ પ્રસ્થાપિત કરવામાં આવી હતી. ત્યારબાદ સમય જતાં જતાં તેની અંદર નાના-નાના હોલ થતા ગયા.
આજે જ્યારે લોકો ભગવાન શંકરના આ લિંગના દર્શન કરવા આવે છે. ત્યારે તેની અંદર રહેલા હોલમાં સિગારેટ મૂકી દે છે. હેરાન કરી વાત એ છે કે લોકો અહીંયા આ સિગરેટ ને સળગાવતા નથી. આમ છતાં જ સિગરેટ ભગવાન શંકર ની લિંગ અડે છે કે તરત જ તે સિગરેટ સળગવા લાગે છે અને તેમાંથી ધૂવાળા નીકળવા લાગે છે.
અહિયાં લોકોની એવી માન્યતા છે કે, ભગવાન શંકર એ આ ગુફાની અંદર ઘણો લાંબો સમય વ્યતીત કર્યો હતો અને આ ગુફા ભગવાન શંકર માટે ઘર સમાન છે. અને આથી જ જે લોકો પૂરી શ્રદ્ધાથી ભગવાન શંકરની લિંગ ઉપર આવે છે. ત્યારે તે સિગરેટ આપમેળે સળગવા લાગે છે અને તેમાંથી દ્વારા નીકળવા લાગે છે.
આજે હજારો શિવ ભક્તો ભગવાન શંકરના આ ચમત્કારી મંદિર અને અને આ ચમત્કારને જોવા માટે દૂર દૂરથી આ મંદિરમાં પધારે છે, અને લોકો પૂરી શ્રદ્ધાથી ભગવાન શંકરની લિંગ ઉપર સિગરેટ ચડાવે છે. દરેક શિવ ભક્તો ભગવાન શંકરને સિગરેટ ની સટ લગાવતા જોઈ શકે છે.