સિક્કીમના બાબા હરભજન સિંહ મંદિર, જ્યાં આત્મા કરે છે દેશની પૂજા.

આસ્થા અને વિશ્વાસથી બધુજ થાય છે. ભારત એક અનોખો દેશ છે. અહી હિંદુ ધર્મમાં અજીબો ગરીબ કિસ્સાઓ મંદિર સાથે જોડાયેલ જોવા મળે છે. અને આપને તેને અંધવિશ્વાસ નહિ પરંતુ આસ્થાની શ્રેણી માં રાખીએ છીએ. સનાતન ધર્મમાં ૩૩ કરોડ કોટી દેવતા છે. અને તેમના દરેક ના મંદિર તો છે જ સાથે ઘણા બધા એવા પણ મંદિરો છે જ્યાં દેવી દેવતા નહિ પરંતુ અન્ય ની પૂજા થાય છે. રાજસ્થાનમાં બુલેટ બાબા નું પ્રસિદ્ધ મંદિર છે જ્યાં બાઈકની પૂજા થાય છે. એવી જ રીતે મત્સ્ય દેવી મંદિર જ્યાં માછલીની પૂજા થાય છે. આજે અમે એક એવા શહીદ જવાનના ચમત્કારી મંદિર વિશે જણાવીશું જ્યાં એક શહીદ મૃત સૈનિક ની પૂજા થાય છે. આ મંદિર પંજાબ રેજીમેન્ટના જવાન શહીદ હરભજન સિંહ ની આત્મા નું છે. તેઓ છેલ્લા ૪૫ વર્ષ થી દેશમાં આવનાર સંકટ વિશે જવાનોને જણાવે છે.

કોણ છે હરભજન સિંહ :

એક શહીદ સૈનિક ની આત્મા આજે પણ દેશની રક્ષા પુરા ભાવ થી કરી રહી છે. આ આત્મા છે હરભજન સિંહ ની તેમનો જન્મ ૩૦ ઓગસ્ટ ૧૯૪૬ ના દિવસે થયો હતો. અને તેને ૯ ફેબ્રુઆરી ૧૯૬૬ ના ભારતીય સેનામાં પદ મળ્યું હતું. ૨ જ વર્ષ પછી સિક્કિમ માં એક પહાડ પરથી પગ લસરતા તેમનું મૃત્યુ થયું હતું. ત્રણ દિવસ પછી તેમનું શરીર મળ્યું હતું. તેણે તેના મિત્રને જણાવ્યું હતું કે તેની સમાધિ બનાવામાં આવે. અને તેની વાતનું માં રાખી તેનું મંદિર બનાવામાં આવ્યું. સમય સમય પર હરભજન સિંહ દેશના હિતમાં સપનામાં આવી સુજાવ દેતા રહ્યા હતા. તેમની વાતો પણ સાચી થવા લાગી હતી. આવી રીતે દરેક સૈનિકોની તેમના પ્રત્યેની આસ્થા વધી ગઈ હતી.  

આજે પણ કરે છે એ પોતાની ડ્યુટી :

આજે પણ એ દેશ માટે આદર્શ રૂપ થી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. અને પાડોશી સરહદ પાર થતી ઘટનાઓ ની જાણકારી તેઓ સપનામાં આવી જણાવે છે. સેના તરફથી તેમણે સેલેરી પણ આપવામાં આવે છે. આ જગ્યાએ જે પણ કોઈ નવો સૈનિક આવે છે એ પહેલા એમના આશીર્વાદ લે છે. ભારત અને ચીનની ફ્લેગ મીટીંગમાં પણ તેમના માટે એક ખુરસી લગાવવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer