માતા સીતાએ જણાવ્યા સુખી જીવન જીવવા માટેના ૫ ઉપાયો, જાણો અહી…

વૈશાખ સુદ-9ની તિથિના દિવસે સીતા માતા ધરતી માંથી પ્રગટ થયા હતાં. એટલા માટે આ તિથિને સીતા નવમી કહેવામાં આવે છે.  રાજા જનક ખેતરમાં હળ ચલાવતા હતા ત્યારે ધરતીમાંથી કન્યા નિકળી હતી, જેનું નામ તમણે સીતા રાખ્યું હતું.

શ્રીરામ કથાકાર અને જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યાનુસાર નાનપણમાં રમતાં રમતાં સીતાજીએ શિવજીનું ધનુષ ઉઠાવી લીધું હતું. રાજા જનકને ત્યારે જ લાગ્યું હતું કે આ સાધારણ બાળકી નથી. આથી તેઓએ ધનુષને તોડનાર વીર વ્યક્તિ સાથે સીતાજીના લગ્ન કરાવવાનું નક્કી કર્યું. સ્વયંવરમાં ભગવાન રામે આ ધનુષને તોડ્યું હતું, ત્યાર બાદ રામ અને સીતાના લગ્ન થયા હતા. માતા સીતાની પાચં વાતને ધ્યાનમાં રાખવાથી મુશ્કેલીમાંથી બચી શકાશે.

1. માતા-પિતાને સન્માન આપવું : સીતાજી પોતાના માતા-પિતાને સન્માન આપતા હતા. તેઓની બધી આજ્ઞાનું પાલન કરતા હતાં. તેઓ સાસુ-સરસાની આજ્ઞાનું પણ પાલન કરતા હતાં. વનવાસ દરમિયાન જ્યારે માતા-પિતા તેઓને મળવા આવ્યા ત્યારે સીતાજીએ પહેલા સાસુની આજ્ઞા લીધી અને પછી તેમના પરીવારને મળ્યાં હતાં.

2. પતિની સેવા અને પ્રેમ : લગ્ન પછી મહેલમાં અનેક સેવકો હોવા છતાં, સીતાજી ભગવાન રામની સંભાળ રાખતા હતાં. જ્યારે રામને વનમાં જવાની આજ્ઞા મળી તો તેઓ રામ સાથે વનમાં જવા માટે તૈયાર થઈ ગયાં.

3. બધાની વાત ધ્યાનથી સાંભળવી : માતા અનસૂયાજીએ સીતાજીને પતિવ્રતા ધર્મનો ઉપદેશ આપ્યો હતો. ત્યારે તેઓએ અભિમાન વગર બધી વાત સાંભળી હતી. સીતાજીએ માતા અનસૂયાને એ નહતું કહ્યુ કે મને બધી વાતની જાણ છે. મોટા લોકોની શિક્ષા ઉપર ધ્યાન આપવું જોઈએ.

4. નિડર રહેવું : રાવણે સીતાજીનું અપહરણ કર્યું અને તેઓને અશોક વાટિકામાં રાખ્યા હતા. સીતાજીએ રાવણના એકપણ પ્રલોભનમાં આવ્યા ન હતાં. રાવણથી બધા દેવતાઓ ડરતા હતા પરંતુ સીતાજી રાવણની ધમકીઓથી તેઓ ડર્યા ન હતાં. 

5. હંમેશા સાવધાન રહેવું : અશોક વાટિકામાં હનુમાનજીએ સીતાજીને રામ નામની મુદ્રિકા આપી અને રામકથા સંભળાવી, છતાં સીતાજીએ સરળતાથી હનુમાનની વાતો ઉપર વિશ્વાસ કર્યો ન હતો. જ્યારે તેઓને ખાત્રી થઈ ગઈ કે હનુમાન મન, કર્મ, વચનથી રામના દૂત છે પછી જ તેઓ સાથે વાતચીત કરી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer