મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ના જીવન પર એક સવાલ આજે પણ એવો છે કે જેને પૂછીને લોકો વારંવાર તેમની મર્યાદા અને વિચારો પર સવાલ ઉઠાવે છે. પોતાનું આખું જીવન મર્યાદા નો નિર્વાહ કરવામાં ભગવાન શ્રી રામે એક ખુબજ મોટી ભૂલ કરી હતી. જેના કારને કોઈ પણ અધર્મી અને આસ્થા રહિત વ્યક્તિ તેના પર આંગળી ઉઠાવી દે છે.
ભગવાન શ્રી રામે પોતાની પત્ની સીતાને એક ધોબીના સવાલ કરવાથી ત્યાગી હતી :
આ એ સમય ની વાત છે જયારે માતા સીતા ગર્ભવતી હતા. ભગવાન શ્રી રામે માતા સીતાને એક ધોબીના સવાલ કરવા પર તેનો ત્યાગ કરી દીધો હતો. અને પછી ગર્ભવતી માં સીતા એ જંગલ માં જઈ ને રહેવું પડ્યું હતું. પરંતુ પુરાણો માં કોઈ પણ વાત કોઈ કારણ વગર ની નથી હોતી. સીતાજીનું જંગલ માં જવું અને ભગવાન શ્રી રામ દ્વારા તેમનો ત્યાગ કરવો એની પાછળ પણ એક ખુબજ રસપ્રદ કથા છે.
મીથીલા નગરી માં જનક નામના એક રાજા રાજ કરતા હતા, એક વખત તેઓ યજ્ઞ માટે ખેતર જોતી રહ્યા હતા, અને એ સમયે ધરતીમાં હળ થી બનેલી રેખા માં એક કન્યા નો પ્રાદુર્ભાવ થયો, એ કન્યા ખુબજ સુંદર હતી તેને જોઇને રાજા ખુબજ ખુશ થઇ ગયા. અને તેને પોતાની પાસે રાખી લીધી. એ રાજા ને કોઈ બીજું સંતાન હતું નહિ. રાજા એ એ કન્યા નું નામ સીતા રાખ્યું.
ધીમે ધીમે સીતા મોટી થવા લાગી, એક દિવસ એ તેની સહેલીઓ સાથે બાગ માં રમતી હતી એ સમયે તેને એક પક્ષી નું જોડકું દેખાયું. જે એક ટોચ પર બેઠા બેઠા રાજા અને રાની ની કહાની કરી રહ્યા હતા. એ કથા ભગવાન શ્રી રામ અને માતા સીતાની જીવનની હતી. તેઓ જણાવી રહ્યા હતા કે પૃથ્વી પર એક વિખ્યાત રાજા થશે. જેમનું નામ હશે રામ, અને તે રાજા ખુબજ સુંદર હશે અને એમની એક મહારાણી પણ હશે. જેમનું નામ હશે સીતા. એ રાજા ૧૧ હજાર સૈલુંન સુધી રાજ કરશે, તે શ્રી રામ અને જાનકી ધન્ય છે, એ શુક પક્ષી નું જોડકું ભગવાન શ્રી રામ અને માતા જાનકીની મહિમા નું વર્ણન કરી રહ્યા હતા.
માં સીતા એ એમની વાતો સંભાળી અને તેમણે લાગ્યું કે તેઓ એમના જીવન વિષે જ વાત કરી રહ્યા છે. માનવ સ્વભાવ વશ તે આ વિશે વધારે જાણવા માટે વ્યાકુળ થઇ ગયા. અને તેને પોતાની સહેલીઓ ને એ પક્ષીનું જોડકું પકડી લાવવા કહ્યું.
સીતાજીની સહેલીઓ એ પર્વત ગઈ અને એ પક્ષીના જોડાને પકડી ને લઇ આવી. સીતાજી એ એ પક્ષી જોડા ને કહ્યું તમે બંને ખુબજ સુંદર અને પ્યારા છો, ગભરાવ નહિ માત્ર એટલું જણાવો કે તમે ક્યાંથી આવ્યા છો અને તમે જેની વાત કરી રહ્યા હતા એ રામ અને સીતા કોણ છે. માં સીતાવ્યકુલ્તાથી એ બંને ને પૂછવા લાગી.
તેઓએ જણાવ્યું કે વાલ્મીકી નામના એક ઋષિ છે જેણે રામાયણ નામનો ગ્રંથ લખ્યો છે જે મનને ખુબજ શાંતિ આપે છે અને તેમણે પોતાના શિષ્યો ને આ ગ્રંથ નું અધ્યયન કરાવ્યું જે અમે પણ સાંભળ્યું હતું. ત્યાર બાદ તેઓ રામ અને જાનકી વિષે જણાવવા લાગ્યા. તેમણે રામ જન્મ અને રામના ભાઈ ઓ વિષે જણાવ્યું તેમંજ રામ શિવ ધનુષ્ય તોડી સીતા સાથે લગ્ન કરશે એ પણ જણાવ્યું. માં સીતા ને આટલી વાત કહી બંને જવાની વાત કરી પરંતુ માતા સીતાના મનમાં હજી પણ ઘણા સવાલ ઉઠી રહ્યા હતા. તેથી માતા સીતા એ વધુ જાણવાની ઈચ્છા દર્શાવી.
ત્યારે શુકી સમજી ગઈ કે સ્વયં સીતા છે અને તે પ્રેમથી રામ વિષે જણાવવા લાગી. પછી સીતાજી એ જણાવ્યું કે હું જનક પુત્રી સીતા છું અને જ્યાં સુધી રામ સ્વયં ના આવે ત્યાં સુધી તમે સુખ પૂર્વક અહી રહો હું તમને જવા નહિ દવ. ત્યારે શુકી એ કહ્યું અમે વન માં રહીએ છીએ અમને જવા દો અમે અહી સુખી ના રહી શકીએ. હું ગર્ભવતી છું અને મને મારા ઘેર જઈને બાળક ને જન્મ આપવા ડો પછી હું અહી આવી જઈશ.
બંને પક્ષીએ ખુબજ વિનંતી કરી પરંતુ માતા સીતાએ તેમણે જવા નાં દીધા. ઘણા પ્રયાસો કરવા છતાં પણ સીતા માતા એ એમને ન જવા દીધા. ખુબજ વિનંતી કરવા છતાં પણ ના છોડ્યા તેથી દુખી શુકી એ માં સીતા ને શ્રાપ આપ્યો. અને કહ્યું કે જે રીતે તું મને અત્યારે આ સમયે મારા પતિ થી અલગ કરી રહી છે એવીજ રીતે તું પણ એક દિવસ ગર્ભવતી બનીશ ત્યારે તારે તારા પતિથી દુર જવું પડશે. એટલું કહી દુખી શુકી એ ત્યાજ પોતાના પ્રાણ ત્યાગી દીધા.
આ વાતથી શુક પક્ષી ને પણ ખુબજ દુખ થયું અને તેણે પણ આતુર થઇ ને કહ્યું કે હું મનુષ્ય બની અયોધ્યામાં જન્મ લઈશ અને મારા જ વાક્ય ના કારને તને પતિ વિયોગનું કષ્ટ ઉઠાવવું પડશે. આવી રીતે સીતાજીનું અપમાન કરવાના કારને તેને ધોબી નો અવતાર મળ્યો.અને એજ ધોબીના વચન ના કારને સીતાને પતિ થી વિયોગ થયો.