રાજસ્થાનના ભરતપુરમાં ભગવાન ભોળાનાથના શ્મશાનેશ્વર અવતારની પૂજા થાય છે. માન્યતા છે કે આ મંદિરમાં જઈ શિવજીના દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિરની ખાસિયત એ પણ છે કે અહીં ભોળાનાથની આસપાસ હંમેશા જીવતા નાગ ફરતા રહે છે. આ મંદિરમાં આટલા નાગને જોઈ કેટલાક ભક્તો મંદિરમાં જવાથી પણ ડરે છે.
શ્મશાનેશ્વર મંદિરે ભગવાન સાથે બિરાજતા નાગને જોઈ ભક્તોને આશ્ચર્ય થાય છે પરંતુ સ્થાનીકો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે અને તેમની મનોકામના પૂર્ણ કરવાનું માધ્યમ છે. અહીં આવી ભગવાન શંકરના દર્શન કરી મનની ઈચ્છા પૂરી કરે છે. સ્થાનીક લોકો અનુસાર શ્મશાનેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન છે. અહીં રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.
આ મંદિરની અન્ય એક ખાસિયત પણ છે. અહીં ગણેશ ચતુર્થી પર શિવલિંગ પર જીવિત સાપની ઝાંકી શણગારવામાં આવે છે. આ દ્રશ્ય મનમોહક હોય છે. ગણેશ ચતુર્થી પર સાપ પકડનારને બોલાવી અને શિવલિંગ પર નાગની ઝાંકી કરવામાં આવે છે. આ નાગ શિવલિંગ પર બિરાજે છે અને કેટલાક તેની આસપાસ બેસી જાય છે.
માન્યતાઓ અનુસાર શ્મશાનેશ્વર મહાદેવ મંદિરમાં સ્થિત શિવલિંગ ખૂબ પ્રાચીન છે. અહીં શિવલિંગ જમીનમાંથી પ્રગટ થયું હતું. ગણેશ ચતુર્થી પર અહીં શિવલિંગને ખાસ રીતે શણગારવામાં આવે છે અને દુધથી અભિષેક પણ કરવામાં આવે છે. અહીં શ્રદ્ધાળુઓને પૂજા કરવાની અનુમતિ પણ આપવામાં આવે છે.