પહેલીવાર સોમનાથ ખાતે યોજાતો કાર્તિકી પૂનમનો મેળો થયો રદ

દર કાર્તિક પૂનમના રોજ સોમનાથમાં લોક મેળો યોજવામાં આવે છે. જ્યાં આ વખતે ‘મહા’ વાવાઝોડાની આગાહી છે જેના કારણે ઇતિહાસમાં પહેલીવાર સોમનાથમાં થતો કાર્તિકી પૂર્ણિમાનો લોક મેળો રદ કરવામાં આવ્યો છે. જાણવા મળે છે કે, વર્ષ 1955થી વર્ષમાં કારતક મહિનામાં એકવાર પાંચ દિવસ માટે કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાય છે. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી જતા હોય છે.

આ મેળા પાછળ એવી માન્યતા છે કે, કૈલાસ મહામેરૂપ્રસાદના નામે ઓળખાતા આ ભવ્ય દેવાલયનાં શિખરની ઉપર કાર્તિક પૂર્ણિમાની રાત્રીએ ચન્દ્ર વિશેષ રીતે પ્રકાશે છે. આ લોક મેળા અંગે સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી જે.ડી. પરમારે જણાવ્યું છે કે, ‘1955 માં સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ મોરારજીભાઇ દેસાઇએ આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. પહેલા આ મેળો 3 દિવસ માટે થતો હતો જે હવે છેલ્લા 10 વર્ષથી પાંચ દિવસ માટે યોજવામાં આવે છે.’

સોમનાથના લોક મેળા પાછળ એવી માન્યતા છે કે, કૈલાસ મહામેરૂપ્રસાદના નામે ઓળખાતા આ ભવ્ય દેવાલયનાં શિખરની ઉપર કાર્તિક પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર વિશેષ રીતે પ્રકાશે છે. આ ખગોળશાસ્ત્રીય વિશેષતા છે કે, પૂનમની રાત્રીએ બાર વાગ્યે શિવની જ્યારે મહાપૂજા થાય છે, ત્યારે ચન્દ્રમા એવી વિશેષ રીતે મંદિરના શિખરની ઉપર ગોઠવાઈ જાય છે કે જાણે ભગવાન શિવે ચંન્દ્રમાને મસ્તક ઉપર ધારણ કર્યો હોય.

ઈતિહાસ ગાથા એ પણ કહે છે ”સોમનાથ જેવા પ્રાચીન શિવાલયમાં કુમારપાળે વિક્રમ સવંત 1225 માં સોમનાથ નો જીર્ણોદ્ધાર કરીને નવી પ્રાણપ્રતિષ્ઠા કાર્તિક પૂર્ણિમા એ કરેલી. આ પહેલાં ભીમદેવે સવંત 1086 માં સોમનાથ મહાદેવને પુજીને કાર્તિક પૂનમના દિવસે ગ્રામદાન કરેલું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer