મેષ : કોર્ટ અને કચેરીના કામ તમારી અનુકૂળ રહેશે. આજે સોશિયલ મીડિયા પર નવા લોકો સાથે સંપર્ક થશે. આનો ફાયદો તમને ભવિષ્યમાં થશે. જીવનમાં ચાલી રહેલ સમસ્યાથી છુટકારો મળશે. પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. ધનલાભના યોગ છે. રચનાત્મક કામમાં સફળતા મળશે.
વૃષભ : આજે આત્મવિશ્વાસથી ભરપૂર હશો. તમારા દુશ્મનોને તમારા પર હાવી થવા દેશો નહીં. તમારી હોશિયારી અને બુધ્ધિ આજે તમને સફળતા અપાવશે. નોકરી કરવાવાળા મિત્રોને પ્રમોશનના યોગ છે. સંતાનના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધશે. આજે તમારા સંબંધમાં તણાવ, ઝઘડો અને અવિશ્વાસને આવવા દેશો નહીં.
મિથુન : આજે એ લોકો તમારા વખાણ કરશે જેની પાસેથી તમે વખાણની આશા રાખી હતી. જીવનસાથી સાથે વાદ વિવાદ થવાના યોગ છે. આજે તમારા મનમાં નવું કામ કરવાના વિચાર સતત રહેશે. તમારા વેપારમાં વૃધ્ધિ થવાના યોગ છે. આજે આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. પ્રેમીઓ માટે સારો દિવસ.
કર્ક : આજે તમે સફળતા પૂર્વક કામ કરશો અને મોજ મસ્તી પણ કરી શકશો. તમારા મનની વાત કોઈને કહેવા માટે આજે સારો દિવસ. આજે બીજાની મુશ્કેલીઓ સમજવા માટે પ્રયત્ન કરશો. તમારી આસપાસ ખુશીનું વાતાવરણ હશે.
સિંહ : આજે કોઈ ખાસ વ્યક્તિ તમારું ધ્યાન આકર્ષિત કરશે. નોકરી કરી રહેલ મિત્રોને તેમની મહેનત અને લગનનું સારું પરિણામ મળશે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે. સંતાન તરફથી સારા સમાચાર મળશે. પરિવારમાં ભાઈ બહેન સાથે સમય પસાર કરી શકશો.
કન્યા : આજે કામ સાથે સાથે મોજ મસ્તીના પણ ચાન્સ છે. જો તમે નોકરીની શોધમાં સારી કંપનીમાં જઈ રહ્યા છો તો તમને સફળતા મળશે. આજે દિવસ ખુશીઓથી ભરપૂર હશે. સામાજિક સ્થિતિ સધ્ધર અને પદ પ્રતિષ્ઠામાં વધારો થશે.
તુલા : સંતાન સાથે જોડાયેલ કામ પૂરા થશે. સમાજમાં આજે કેટલાક સારા કામ કરવાનો ચાન્સ મળશે. નોકરીમાં ઘણા સમયથી ચાલી રહેલ મુશ્કેલીઓનો અંત આવશે અને તમને સફળતા મળશે. પરિવારથી દૂર રહેતા લોકોને પરિવાર સાથે મુલાકાત થશે.
વ્રુશિક : આજે કોઈ સમસ્યાને સોલ્વ કરી તમને શાંતિ મળશે. વેપારીઓને આજે પૈસાની લેવડ – દેવડમાં સાવધાની રાખવી. આજે પરિવારમાં કોઈ સભ્ય સાથે તણાવ થઈ શકે છે. તમારું કામ તમને આજે નામ અપાવશે. સમયસર કામ પૂરું કરવું જરૂરી.
ધન : આજે તમરો ગુસ્સો તમારું કામ બગાડી શકે છે. કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો છે તો નિર્ણય તમારા પક્ષમાં આવશે. મિત્રો અને પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. આજે ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ પ્લાનિંગ છે તો તેની પર વિચારીને કામ કરો.
મકર : આજે તમારા ગુસ્સા પર કાબૂ રાખો. પરિવારમાં કોઈ મુશ્કેલીઓ આવી શકે છે. સામાજિક સ્થિતિમાં વૃધ્ધિ થશે. રોમાન્સ અને જીવનસાથી સાથે સમય પસાર કરી શકશો. સારા વિચારો આજે તમને સારો લાભ અપાવશે. તમારો દિવસ એકંદરે સારો રહેશે.
કુંભ : આજે પરિવાર સાથે બહાર ફરવા જવાનું વિચારી શકો છો. વેપારીઓને લાંબા સમયથી ચાલી રહેલ ચર્ચા અને મુશ્કેલીથી છુટકારો થશે. મહિલાઓને તણાવ થઈ શકે છે. દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. સ્વાસ્થ્ય ઠીક ઠાક રહેશે.
મીન : સરકારી કામમાં સફળતા મળશે. દેવું ઓછું થઈ શકશે. સંતાન તરફથી તમને સુખ અને સહયોગ મળશે. ભૌતિક સાધન પર પૈસા ખર્ચ થશે. આજે અમુક ચમત્કારિક રીતે કામ વહેલા પૂરા થશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે.