કહેવાય છે કે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે ઘણા પ્રકારના ઉપાય અને ટોટકા કરવામાં આવે છે, એવમાં એમ પણ કહેવામાં આવે છે કે ભગવાન શિવ ખુબજ આસાનીથી અને સરતાથી પોતાના ભક્તો થી ખુશ થઇ જાય છે. અને ભક્તો દ્વારા માંગેલી કોઈ પણ વસ્તુ અને વરદાન તેને ખુબજ જલ્દી આપી દે છે. ભગવાન શિવજીના ઘણા બધા એવા ભક્તો છે જે ભોળાનાથને પ્રસન્ન કરવાના પ્રયાસો કરતા હોય છે. અને પોતાના ભક્તો પર ખુબજ જલ્દી પ્રસન્ન થઇ જતા હોવાથી શિવજીને ભોલાનાથ પણ કહેવામાં આવે છે. આજે અમે જણાવીશું કે ભગવાન શિવજીની આરાધના સોમવારના દિવસે કરવામાં આવે છે, અને સોમવારે ભગવાન શિવજીને ઘણી બધી વસ્તુઓનો ભોગ લાગવામાં આવે છે. જેથી ભગવાન શિવજીની કૃપા આપના પર બની રહે. આજે અમે એ વસ્તુઓ વિષે જણાવીશું જે સોમવારે ભગવાન શિવજીને અર્પણ કરવાથી તેમના આશીર્વાદ આપણને હંમેશા મળતા રહે છે.
-કહેવાય છે કે સોમવારે ભગવાન શિવજી પર ચોખા ચડાવવા ખુબજ શુભ હોય છે. અને શિવજી ને ચોખા ચડાવવા થી ક્યારેય ધનની તંગી નથી રહેતી અને ધનની પ્રાપ્તિ થાય છે.
-એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ ભક્ત સોમવારે શિવ મંદિરે જઈને ભોલાનાથ પર તલ ચડાવે તો તેનાથી પણ ખુબજ લાભ થાય છે. તેની સાથે સાથે તેની પહેલા કરેલા દરેક પાપોનો નાશ થાય છે.
-એવું પણ માનવામાં આવે છે કે સોમવારે ભોલાનાથ પર જવ અર્પણ કરવામાં આવે તો તેનાથી ખુબજ લાભ પ્રાપ્ત થાય છે. અને તેની સાથે જ ઘવ ચડાવવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, આવું કરવાથી જીવનની દરેક પરેશાનીઓ દુર થઇ જાય છે.