માતા પાર્વતીજી માટે બની હતી સોનાની લંકા:
આપને દરેક લોકો જાણીએ જ છીએ કે સતયુગમાં રાવણની એક સોનાની લંકા હતી, જેને હનુમાણજી એ પોતાની પૂછડી માં આગ લગાવી બાળી દીધી હતી. પરંતુ શું તમે જાણો છો આ લંકા શિવજીના આદેશ થી માતા પાર્વતી માટે બનાવામાં આવી હતી.?
એ વાત તો તમે જાણતા જ હશો કે મોહ માયા થી દુર ભગવાન શિવજી અને પાર્વતીજી કૈલાસ પર્વત પર નિવાસ કરે છે. ખુબજ સાદું જીવન અને તપસ્યા માં લીન રહેનારા ભોલાનાથ ને સોનાથી વધુ ભસ્મ પ્રિય છે. એક વાર શિવ શક્તિ ને મળવા ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી આવ્યા. પરંતુ કૈલાસ પર ખુબજ ઠંડી હોવાના કરને લક્ષ્મીજી ઠંડીથી ધ્રુજવા લાગ્યા, તેણે પાર્વતીજીને વ્યંગ માં કહ્યું કે તમે ખુદ એક રાજકુમારી હોવા છતાં આવું જીવન કેવી રીતે વ્યતીત કરી શકો છો. કને જતા જતા તેને પાર્વતીજી અને શિવજી ને વૈકુઠ આવવા માટે આમંત્રણ પણ આપ્યું.
થોડા દિવસ પછી એ આમંત્રણ પર શિવ પાર્વતી વિકુથ ધામ પહોચ્યા. પાર્વતીજી ત્યાના વૈભવ ને જોઇને ચકિત થઇ ગયા. હવે તેની લાલસા વધી ગઈ કે તેનો પણ એક વૈભવ શાળી મહેલ હોય. કૈલાસ પહોચ્યા પછી પાર્વતીજી એ શિવજી પાસે જીદ કરી કે તેમના માટે પણ એક ભવ્ય મહેલ બનાવામાં આવે. ત્યારે શિવજી એ વિશ્વક્રમાં ને એક ભવ્ય સ્વર્ણ મહેલ બનાવવા નું કાર્ય સોપ્યું. વિશ્વકર્મા એ આદેશ અનુસાર લંકા નો સ્વર્ણ મહેલ બનાવ્યો જે એ સમયે સૌથી ભવ્ય હતો. પાર્વતી ના નિવેદન પર દરેક દેવી દેવતાઓ અને ઋષિઓને એ જગ્યાએ આમંત્રિત કર્યા.
વિશ્રવા નામના મહર્ષિ એ ત્યાં વાસ્તુ પ્રતિષ્ઠા કરી, અને દાન ના રૂપમાં આ મહેલ જ શિવજી પાસે માંગી લીધો. અને ભોળાનાથે એ નગરી તેને દાન માં આપી દીધી. આ રીતે પોતાના સપનાના મહેલને દાનમાં જાતો જોઈ માતા પાર્વતીજી ને ગુસ્સો આવ્યો અને તેણે વિશ્રવા ને શ્રાપ આપ્યો કે એક દિવસ આ નગરી આગની લપેટમાં ભસ્મ થઇ જશે.