દરેક વ્યક્તિના જીવનની અંદર થોડા થોડા સમયે સુખ અને દુઃખ આવ્યા કરતા હોય છે. કોઈ પણ વ્યક્તિ કાયમી માટે સુખી કે કોઈપણ વ્યક્તિ કાયમી માટે દુઃખી રહી શકતો નથી. જે વ્યક્તિ કાયમી માટે સુખી રહેતો હોય તે વ્યક્તિને પણ પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક ખરાબ સમયનો સામનો કરવો પડતો હોય છે.
અને ગમે તેવી ખરાબ કિસ્મતવાળા વ્યક્તિઓની કિસ્મત પણ બદલાતા વાર લાગતી નથી. જ્યારે કોઈપણ વ્યક્તિના જીવનની અંદર ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે તે વ્યક્તિ ગમે તેમ કરીને પોતાના ખરાબ સમયને દૂર કરવાની કોશિશ કરતો હોય છે.
આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા સોપારીના ખાસ ઉપાય કે જેના દ્વારા તમે પણ તમારા જીવનની અંદર રહેલા દરેક પ્રકારની મુશ્કેલીઓ ને કરી શકો છો દૂર. આપણે દરેક લોકોએ પૂજા ની અંદર ઉપયોગમાં લેવાથી સોપારી ને જોઈ હશે. પરંતુ આ સોપારી ની અંદર અનેક પ્રકારના ગુણ મોજૂદ છે.
જે તમારા જીવનની અંદર રહેલી દરેક પરેશાનીઓને દૂર કરી શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ પૂજા ની અંદર ઉપયોગમાં લેવાથી આ સોપારીના અમુક એવા ઉપાય કે જે તમારા માટે થશે ખૂબ ઉપયોગી. પૂજામાં ઉપયોગી સોપારીના ખાસ ઉપાય
જો કોઈ પણ વ્યક્તિ પોતાના વેપાર ની અંદર ફાયદો મેળવવા ઇચ્છતો હોય તો શનિવારના દિવસે પીપળાના ઝાડની પૂજા કરી, ત્યારબાદ તેનું એક આખું પાન તોડી લઈ, તેની અંદર એક રૂપિયાનો સિક્કો અને સોપારી રાખી દો. ત્યારબાદ તેની પૂજા કરી તમારા દુકાન અથવા તો ઓફિસની તિજોરીની અંદર રાખી દો.
અને ખાસ ધ્યાન રાખવું કે પીપળાનું પાન તૂટેલું અથવા તો હોલ વાળું ન હોય આવી રીતે. પીપળાના પાન ની અંદર લપેટેલી રૂપિયાના સિક્કા અને સોપારીને તમારા તિજોરીમાં રાખવાથી તમારા વેપાર ધંધા ની અંદર ફાયદો થાય છે. જો કોઈપણ વ્યક્તિના જીવનની અંદર ધન સંબંધી સમસ્યાઓ અથવા તો પરેશાની ચાલતી હોય તો એક સોપારી લે.
તેના ઉપર કુમકુમ અને ચોખા ચડાવી તેનો અભિષેક કરો. અને ત્યારબાદ તે સોપારીને તમારી તિજોરી ની અંદર રાખી દો. આમ કરવાથી માતા લક્ષ્મી ની કૃપા તમારા ઘર ઉપર કાયમી માટે બની રહે છે. અને તમારા ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે. જો કોઈપણ વ્યક્તિ નું બનેલું કાર્ય બગડી જતું હોય અને તેને પોતાના દરેક કાર્ય ની અંદર રુકાવટ આવી રહી હોય,
તો તેવા વ્યક્તિઓ જો કોઈપણ કાર્યની શરૂઆત કરતી વખતે પોતાના મોમાં લવિંગ રાખી અને એક સોપારી ને તમારી પાસે રાખી લો. તો તેના કારણે તમારા દરેક કાર્ય ની અંદર સફળતા મળે છે. આમ જો તમે આ રીતે સોપારીના અમુક ખાસ ઉપાય કરશો તો તેના કારણે તમારી પણ દરેક પરેશાની થશે દૂર.