રાજકોટમાં ખાનગી શાળાઓએ ધોરણ 11માં પ્રવેશ આપવાનું શરૂ કરતા વિવાદમાં ઉભો થયો છે જેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું છે કે શાળાઓ પ્રવેશ ફોર્મનું વિતરણ ભલે કરી દીધું હોય શકે પરતું પ્રવેશ ફી લઈને પ્રવેશ નક્કી નહી કરી શકે.
શાળાઓ પ્રવેશ ફોર્મનું વિતરણ કરી શકે છે પરતું પ્રવેશ નક્કી ન કરી શકે, જિલ્લા શિક્ષણ અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે હજુ સુધી સરકારે ધોરણ 11ના પ્રવેશ અંગે નિર્ણય નથી લીધો, માર્કશીટ અંગે પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, તેથી શાળાઓ કોઈ પણ ધોરણ વગર પ્રવેશના આપી શકે.
માસ પ્રમોશન આપ્યા બાદ સરકાર સ્વામી નવી મૂંઝવણ ઊભી થઈ છે કે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ધોરણ 11 માં કેવી રીતે પ્રવેશ આપી શકાશે? વાલી મંડળ ને એ ચિંતા છે કે શું સરકાર આ માટે કોઈ નવા ધારા-ધોરણ બનાવશે કે નહીં.
અત્રે નોંધનીય છે કે ગુજરાત માધ્યમિક અ્ને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં અભ્યાસ કરતા ધો. 10ના આશરે 8.60 લાખ વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીને કારણે માસ પ્રમોશન આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીમાં નિર્ણય લેવાયો હતો.
માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે. આ વિદ્યાર્થીઓેને માટે ધો. 11માં 5.50 લાખ બેઠક છે.
આ સિવાય ઘણી ડિપ્લોમા કોલેજ પણ સરકાર ના નિર્ણય ની રાહ જોયા વગર બેફામ પ્રવેશ આપવા લાગી છે. કોઈપણ જાત ના ડોક્યુમેન્ટ વગર ટોકન ફી લઈ ને ઘણી ડિપ્લોમા એન્જીનીયરીંગ કોલેજો પ્રવેશ નિશ્વિત કરવા લાગી છે. આવામાં સરકાર જો કઈક અલગ ગાઈડલાઈન બહાર પાડશે તો શું થશે એ જોવાનું રહ્યું.